• નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વાર્ષિક ધોરણે ૨૭%નો વધારો.
    વ્યાપાર 26-4-2024 09:25 AM
    માર્ચ, ૨૦૨૪માં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ ૧૦%થી વધુ વધી રૂપિયા ૧.૬૪ ટ્રિલિયન રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં રૂપિયા ૧.૪૯ ટ્રિલિયન જોવા મળ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વાર્ષિક ધોરણે ૨૭% વધારો થઈને તે રૂપિયા ૧૮.૨૬ ટ્રિલિયન રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંક રૂપિયા ૧૪ ટ્રિલિયન રહ્યો હતો એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. તહેવારોની મોસમને પરિણામે તથા નાણાં વર્ષના અંતિમ મહિનાને કારણે માર્ચના ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.

    ફેબ્રુઆરીમાં રૂપિયા ૧૦.૦૬ કરોડની સરખામણીએ માર્ચના અંતે ક્રેડિટ કાર્ડસની સંખ્યા વધી ૧૦.૧૦ કરોડ રહી હતી. રૂપિયા ૧.૬૪ ટ્રિલિયનના ખર્ચમાંથી રૂપિયા ૬૦,૩૭૮ કરોડનો ખર્ચ પોઈન્ટ ઓફ સેલ ખાતે થયો હતો જે ફેબ્રુઆરીમાં રૂપિયા ૫૪,૪૩૧ કરોડ રહ્યો છે. ઈ-કોમર્સ પેમેન્ટસ રૂપિયા ૯૫,૦૦૦ કરોડથી સાધારણ વધી રૂપિયા ૧.૦૫ ટ્રિલિયન રહ્યો હતો. માર્ચ ૨૦૨૩માં ક્રેડિટ કાર્ડસ મારફત ઓનલાઈન ખર્ચનો આંક રૂપિયા ૮૬,૩૯૦ કરોડ રહ્યો હતો. નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટસ પદ્ધતિમાં વધારો થતાં કાર્ડસના ઉપયોગ પણ વધી ગયા છે. કાર્ડસ ઉપરાંત રોજબરોજના નાણાંકીય વ્યવહાર માટે ડિજિટલ પેમેન્ટસનો ઉપયોગ થઈ રહ્યાનું જોવા મળે છે.

    છેલ્લા પાંચ વર્ષમાં ક્રેડિટ કાર્ડની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૦માં ૫.૭૭ કાર્ડસની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪ના અંતે કાર્ડસની સંખ્યા ૧૦ કરોડને પાર કરી ગઈ છે. આજરીતે કાર્ડસ પાછળનો ખર્ચ પણ પાંચ વર્ષમાં રૂપિયા ૭.૩૦ ટ્રિલિયન પરથી વધી રૂપિયા ૧૮.૩૦ ટ્રિલિયન પહોંચ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) વ્યવહારના વોલ્યુમમાં ૫૭% જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ ૪૪% વધારો થયો હોવાનું પ્રાપ્ત આંકડામાં અગાઉ જણાવાયું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!