• અમદાવાદ જિલ્લામાં 30,730 દિવ્યાગ મતદારો લોકસભા ચૂંટણીમાં સહભાગી
    ગુજરાત 20-3-2024 12:27 PM
    • સમગ્ર જિલ્લાના કુલ દિવ્યાંગ મતદારો પૈકી પુરુષ 17,064, મહિલાઓ 13,662 અને 4 ટ્રાન્સજેન્ડર મતદારો
    • વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 2575 અને અસારવામાં સૌથી ઓછા 541 દિવ્યાંગ મતદારો
    ગાંધીનગર

    લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ ૬૦,૩૯,૧૪૫ મતદારો પૈકી ૩૧,૩૩,૨૮૪ પુરુષ અને ૨૯,૦૫,૬૨૨ મહિલાઓ મતદારો છે, જ્યારે ૩૦,૭૩૦ દિવ્યાંગ મતદારો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર અમુક પ્રમાણથી વધારેદિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી  મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથકો પર પણ સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં દિવ્યાંગ મતદારો સક્ષમ (Saksham) એપ્લિકેશનની મદદથી મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ મેળવી શકશે.

    અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ ૨૧ વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ પૂર્વમાં પાંચ વિધાનસભા બેઠકોનો, અમદાવાદ પશ્ચિમમાં સાત બેઠકોનો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાંચ બેઠકોનો, સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો અને ખેડા જિલ્લાની લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ અમદાવાદ શહેર અને જિલ્લાનો વિસ્તાર પાંચ લોકસભા બેઠકોને સમાવે છે.

    અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૩૦,૭૩૦ દિવ્યાંગ મતદારો પૈકી ૧૭,૦૬૪ પુરુષ અને ૧૩,૬૬૨ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે એલિસબ્રિજ, બાપુનગર,જમાલપુર- ખાડિયા અને મણીનગર વિધાનસભા પૈકી પ્રત્યેકમાં એક એક એમ કુલ ૪ ટ્રાન્સજેન્ડર મતદારો છે.

    વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૨૫૭૫ અને અસારવામાં સૌથી ઓછા ૫૪૧ દિવ્યાંગ મતદારો છે. વિરમગામ ઉપરાંત સાણંદ વિધાનસભા વિસ્તારમાં બે હજારથી વધુ એટલે કે ૨૪૫૩, વેજલપુર વિધાનસભામાં ૨૪૧૩, વટવામાં ૨૫૦૩ અને દાણીલીમડામાં ૨૦૨૪ દિવ્યાંગ મતદારો છે.અન્ય વિધાનસભા વિસ્તારની વિગત જોઈએ તો ઘાટલોડિયામાં ૧૪૩૮, એલિસબ્રિજમાં ૬૬૫, નારણપુરામાં ૭૭૦, નિકોલમાં ૧૨૯૨, નરોડામાં ૧૧૩૩, ઠક્કરબાપાનગરમાં ૯૯૬, બાપુનગરમાં ૯૮૯, અમરાઈવાડીમાં ૧૩૨૦, દરિયાપુરમાં ૬૫૨, જમાલપુર-ખાડિયામાં ૧૦૨૩, મણિનગરમાં ૧૪૮૬, સાબરમતીમાં ૧૩૦૧, દસક્રોઈમાં ૧૭૭૫, ધોળકામાં ૧૫૬૧ અને ધંધુકા વિધાનસભા વિસ્તારમાં ૧૮૨૦ દિવ્યાંગ મતદારો મતદાનનો ઉપયોગ કરશે.
    અમદાવાદનાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જણાવ્યું છે કે અમદાવાદ શહેર-જિલ્લાના દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!