• ભારતમાં સોનાના દાગીનાની માંગમાં ૬%નો ઘટાડો.
    વ્યાપાર 24-4-2024 08:10 AM
    ભારત અને ચીન વચ્ચે સૌથી વધુ સોનું ખરીદવાના મામલે સ્પર્ધા ચાલી રહી છે. જો આપણે પાછલા વર્ષો પર નજર કરીએ તો, ભારત અથવા ચીન વિશ્વમાં સૌથી વધુ સોનું ખરીદે છે. ચીનની સોનાની ખરીદી વચ્ચે સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે રહ્યા છે. આ વર્ષે સોનાની કિંમત ઔંસ દીઠ ૨,૪૦૦ ડોલરની ઉપર પહોંચી ગઈ છે અને તે વૈશ્વિક બજારોને આકર્ષી રહી છે. ચીન સોનાની ખરીદીમાં ભારે વ્યસ્ત છે. સોનું ખરીદનારા દેશોમાં ચીન અત્યારે નંબર વન છે. ભૂતકાળમાં, ભારત વિશ્વમાં સૌથી વધુ સોનાની ખરીદી કરતો દેશ હતો. જો કે હવે ચીન આ મામલે ભારત કરતા આગળ નીકળી ગયું છે.

    ચીન વિશ્વમાં સૌથી વધુ સોનાનું માઈનિંગ કરે છે, પરંતુ તેમ છતાં તેને મોટા પાયે બહારથી ખરીદવું પડે છે. છેલ્લા બે વર્ષમાં ચીને અન્ય દેશો પાસેથી ૨,૮૦૦ ટનથી વધુ સોનું ખરીદ્યું છે. આ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના કુલ સોનાના અનામતના એક તૃતીયાંશ જેટલું છે. ચીન દ્વારા સોનાની સતત ખરીદીને પણ કિંમતોમાં વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

    ચીનમાં જ્વેલરી, બાર અને સિક્કાનો વપરાશ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ચીનમાં સોનાના દાગીનાની માંગમાં ૧૦%નો વધારો થયો છે, જ્યારે ભારતમાં ૬%નો ઘટાડો થયો છે. દરમિયાન, બાર અને સિક્કાઓમાં રોકાણ ૨૮% વધ્યું છે. એક તરફ ચીનની સેન્ટ્રલ બેંક ૧૭ મહિનાથી સતત સોનાની ખરીદી કરી રહી છે. બીજી તરફ ચાઈનીઝ નવા વર્ષ નિમિત્તે લોકોએ સોનાની મોટાપાયે ખરીદી કરી છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન લોકોની સોનાની ખરીદી ગયા વર્ષની સરખામણીમાં ૩૪% વધુ રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!