• અમેરિકાની નાણાકીય કંપનીના સીઈઓ જેપી મોર્ગને આપ્યુ નિવેદન.
    આંતરરાષ્ટ્રીય 25-4-2024 09:27 AM
    • અમેરિકાને મોદી જેવા સખ્ત નેતાની જરૂર, જેમણે 40 કરોડ લોકોને ગરીબીમાંથી કાઢયા બહાર.
    ન્યુયોર્ક

    નાણાકીય સેવા સાથે જોડાયેલી જાણીતી કંપની જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિમને વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. ડિમનનુ માનવુ છે કે ,મોદી ભારતમાં અવિશ્વસનીય કામ કરી રહ્યા છે. તેમણે 40 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનુ કામ કર્યું છે. ડિમને સાથે સાથે કહી દીધુ છે કે, અમેરિકામાં પણ આવા સખ્ત નેતાની જરૂર છે જે બધા પડકારોનો જોરદાર સામનો કરે છે.
    જેપી મોર્ગનના સીઈઓ ‘ઈકોનોમિક કલબ ઓફ ન્યુયોર્ક’ તરફથી આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. મોદીના વખાણમાં ડિમેને કહ્યુ હતુ કે, તેમની પાસે અવિશ્વસનીય એજયુકેશન સીસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રકચર છે, જે પુરા દેશને ઉપર ઉઠાવી રહ્યુ છે.

    આમ એટલા માટે થઈ રહ્યુ છે કે આ માણસ પણ એટલો જ સખ્ત છે. હું માનુ છું કે પરિવર્તન માટે સખ્ત થવું પડશે. આપ જાણો છો કે તે નોકરશાહીના કેટલાક ભાગોમાં પરિવર્તન લાવી રહ્યા છે.
    આધાર, બેન્ક ખાતાના સુધારાની પણ પ્રશંસા કરી: જેમી ડિમને સરકારના સુધારાની પણ પ્રશંસા કરી હતી. તેમણે આધાર સીસ્ટમ પર કહ્યુ હતુ કે, આધાર સીસ્ટમ અસાધારણ વ્યવસ્થા છે, જેમાં દરેક નાગરિકને હાથ, આંખ કે આંગળીના માધ્યમથી ઓળખવામાં આવે છે. તેમણે 70 કરોડ લોકોના બેન્ક ખાતા ખોલ્યા છે. નોકરશાહીના જૂના માળકાને તોડવા માટે સીઈઓએ મોદીને મજબૂત ગણાવ્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!