• કોહલીના આઉટ થતાં સિદ્ધુ બોલ્યાં- છાતી ઠોકીને કહું છું કે અમ્પાયરનો નિર્ણય ખોટો.
    સ્પોર્ટ્સ 22-4-2024 12:35 PM
    ગઈકાલે KKR અને RCB વચ્ચે મેચ રમાઈ હતી જેમાં RCB માત્ર એક રનથી મેચ હાર્યું. પરંતુ આ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આઉટ આપવાના નિર્ણયને લઈને વિવાદ થઈ ગયો છે. હવે KKR સામે વિરાટ કોહલીના આઉટ થવા પર નવજોત સિંહ સિદ્ધુની પ્રતિક્રિયા સામે આવી છે. સિદ્ધુએ કહ્યું છે કે હું  છાતી ઠોકીને કહું છું કે તે નોટઆઉટ હતો અને અમ્પાયરનો નિર્ણય ખોટો હતો. તેણે કહ્યું કે વિરાટ કોહલીને આઉટ ન આપવો જોઈતો હતો. સિદ્ધુએ કહ્યું કે નિયમો બદલાયા છે અને જે પણ રમતના હિતમાં છે તે જ નિયમો હોય છે. તેમણે આગળ કહ્યું કે બોલની ઈમ્પેક્ટ પણ જોવી જોઈએ. હર્ષિત રાણાની કમરની સુધીની ઊંચાઈ પર આવેલા બોલ પર વિરાટ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કોહલીએ તેનો રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરે પોતાના નિર્ણયમાં આ બોલને નો બોલ ન ગણ્યો. ત્યારબાદ વિરાટ કોહલી ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને બહાર નીકળતી વખતે અમ્પાયર સાથે દલીલ પણ કરી હતી.

    છાતી ઠોકીને કહું છું કે તે નોટઆઉટ હતો
    નવજોત સિંહ સિદ્ધુએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું કે સૌથી પહેલા તે બીમર હતો. સામાન્ય રીતે જ્યારે બોલર બીમર ફેંકે છે ત્યારે તે બેટ્સમેનને સોરી કહે છે. જો પોઈન્ટ ઓફ ઈમ્પેક્ટની વાત કરીએ તો તે કમરથી લગભગ દોઢ ફૂટ ઉપર હતો. સિદ્ધુએ કહ્યું કે આ નિયમ બદલવો જોઈએ. એક જ નિર્ણયે આ ગેમના રંગમાં ભંગ નાખી દીધો. તેણે કહ્યું કે કોહલીએ પોઈન્ટ ઓફ ઈમ્પેક્ટ પર બોલ પરથી નજર હટાવી લીધી છે. તે સ્તબ્ધ રહી ગયો હતો. સિદ્ધુએ કહ્યું કે, તે નોટઆઉટ હતો. આમાં અમ્પાયરે એકવાર કેપ્ટન તરફ જોવું જોઈતું હતું.

    આગળ સિદ્ધુએ ધોનીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે મેં જોયું છે કે ધોનીએ ચાલુ ટેસ્ટ મેચમાં ઈયાન બેલને બોલાવ્યો હતો. ત્યારબાદ ઈયાન બેલે 200 રન બનાવ્યા હતા પરંતુ આ નિર્ણય માટે ધોનીને ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સમેનશિપ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે હું તમને આવા દસ ઉદાહરણો આપી શકું છું. તેમણે કહ્યું કે તમે બીમર મારીને કોહલીને આઉટ કરશો અને આશા રાખશો કે સિદ્ધુ તેનો સ્વીકાર કરશે. હું  છાતી ઠોકીને કહું છું કે તે નોટઆઉટ હતો. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!