• અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 50 કિમી લાંબા વાયડક્ટનું કામ 7 મહિનામાં જ પૂરું થયું
    ગુજરાત 5-6-2023 11:15 AM
    • મુંબઈ-અમદાવાદ સફર 2 કલાકમાં પૂરી થશે, ઝડપથી ચાલી રહ્યું છે સ્ટેશનો નિર્માણનું કામ
    ગાંધીનગર

    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે. ટ્રેક નાખવા માટે વાયડક્ટ તૈયાર કરવાનું કામ ખૂબ જ સ્પીડમાં ચાલી રહ્યું છે. છેલ્લા 7 મહિનામાં 50 કિલોમીટર લાંબો વાયડક્ટ બનાવાયો છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અત્યાર સુધી 61 કિલોમીટરથી વધુ લંબાઈનો વાયડક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્ટેશનોના નિર્માણનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

    નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર, કુલ તૈયાર વાયડક્ટમાં વડોદરાની નજીક 12.6 કિમીનો વાયડક્ટ અને અન્ય સ્થળોએ 48.7 કિમીનું નિર્માણ સામેલ છે. વાયડક્ટ નિર્માણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓક્ટોબર 2022 સુધી 10 કિમી વાયડક્ટ બનાવવામાં આવ્યું હતું અને મે 2023 સુધીમાં 60 કિમીનું કામ પૂર્ણ થયું, એટલે કે 50 કિમી વાયડક્ટ સાત મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે.

    NCHSRCLના જણાવ્યા અનુસાર, સુરત રેલવે ટર્મિનલનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું છે. C4 પેકેજ હેઠળ સુરત, ભરૂચ, બીલીમોરા અને વાપી સ્ટેશનો સમયસર પૂર્ણ થશે. અમદાવાદ જિલ્લામાં પણ સાબરમતી ટર્મિનલ હબ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, જે હાઈસ્પીડ રેલ સ્ટેશનને ભારતીય રેલવેના સ્ટેશન તથા મેટ્રો અને બસ સ્ટેશન સાથે જોડીને મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડશે.

    નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લંબાઈની ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઈન બનાવી રહ્યું છે, જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટની કુલ લંબાઈ 156 કિમી અને નગર હવેલીમાં 4 કિમી છે. પ્રોજેક્ટનું કામ આ તમામ 8 જિલ્લાઓમાં શરૂ થઈ ચૂક્યું છે. આ કોરિડોરમાં 12 સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. બુલેટ ટ્રેન બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!