• ભારતની જાસૂસી કરવા સક્ષમ એવોક્સ યુદ્ધ વિમાન ચીની સૈન્યમાં સામેલ કરાયું
    રાષ્ટ્રીય 28-3-2024 09:21 AM
    નવી દિલ્હી

    ચીને તાજેતરમાં જ એક અત્યંત ઘાતક જાસૂસી વિમાન કેજે ૬૦૦ એવોક્સનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું.  ચીનની સેના માટે બનાવવામાં આવેલુ આ આગામી પેઢીનું ટેક્ટિકલ અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ છે. તેની સરખામણી અમેરિકાના ઇ-૨ હોકઆઇ વિમાન સાથે કરવામાં આવે છે. જોકે આ વિમાનથી ભારતને કેટલો ખતરો છે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. કેજે-૬૦૦ ટેક્ટિકલ અર્લી વોર્નિંગ એરક્રાફ્ટનો ચીની સૈન્યમાં સમાવેશ થઇ જતા સૈન્યની ક્ષમતામાં વધારો થઇ ગયો છે. ચીન સતત આકાશથી સરહદો પર નજર રાખી રહ્યું છે. આ વિમાનની મદદથી તે ભારતની જાસૂસી કરી શકે છે. આ વિમાન સરહદી સર્વિલંસ, કમાંડ અને કંટ્રોલ માટે બનાવવામાં આવ્યું છે. સિઆન નામની કંપની દ્વારા આ વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. તેની ફ્લાઇટ ટ્રાયલ ૨૦૨૦ના અંતમાં શરૂ થઇ હતી. તે જ સમયે વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઇ હતી જેની શરૂઆત પણ ચીનથી થઇ હતી.  આ એરક્રાફ્ટમાં બે ટર્બોપ્રોપ એન્જિન લગાવેલા છે, સાથે જ વધારે ઇંધણ પણ ભરવું શક્ય છે જેને કારણે લાંબા અંતર સુધી આ વિમાન વધુ સમય સુધી ઉડી શકે છે.  વિમાનમાં બહુ મોટુ ડોર્સલ રૈડોમ લગાવેલું છે. જેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર લગાવેલુ છે. ચીને આવા ચારથી છ વિમાન બનાવ્યા છે. આ વિમાનને પાંચથી છ લોકો મળીને ઉડાવી શકે છે. ૫૯.૬ ફુટ લાંબુ અને ૧૮.૯ ફુટ ઉંચુ જહાજ ૨૫,૪૦૧ કિલોગ્રામ વજન ધરાવે છે. અને મહત્તમ ૬૯૩ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. તેની રેંજ ૧૨૫૦ કિમીની છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!