• વર્લ્ડ કપ પહેલા બાબર આઝમને ફરી મળી શકે છે પાકિસ્તાની ટીમની કેપ્ટશીપ!
    સ્પોર્ટ્સ 27-3-2024 10:48 AM
    મુંબઈ

    પાકિસ્તાન ક્રિકેટને લઈને દરરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા અધ્યક્ષ બન્યા બાદ ક્રિકેટ પ્રવૃત્તિઓમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને હવે એવા સમાચાર છે કે T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને બાબર આઝમને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

    રિપોર્ટ અનુસાર પીસીબીએ આ માટે બધી તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. 12 માર્ચે PCBએ સંકેત આપ્યો હતો કે શાહીન શાહ આફ્રિદીની T20 કેપ્ટનશીપ જોખમમાં છે. તે પછી, પહેલા મોહમ્મદ રિઝવાનને કેપ્ટન બનાવવા પર વિચારણા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં પીસીબીએ ટીમના પ્રદર્શનને સુધારવા માટે બાબરને ફરીથી કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, પીસીબીના અધિકારીઓ ટૂંક સમયમાં ફરીથી કેપ્ટન તરીકે તેમની નિમણૂકની જાહેરાત કરી શકે છે.

    એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) T20 વર્લ્ડ કપ 2024 પહેલા બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જાણીતું છે કે વર્લ્ડ કપ 2023 બાદ બાબર આઝમ પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી. આ પછી ટેસ્ટ ટીમ માટે અલગ કેપ્ટન અને ટી20 ટીમ માટે અલગ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી.  શાન મસૂદને ટેસ્ટ ટીમની અને શાહીન શાહ આફ્રિદીને ટી-20 ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. જો કે બંને કેપ્ટનના નેતૃત્વમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. આ જ કારણ છે કે બાબરને ફરીથી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પીસીબીના અધિકારીઓ તેમને આ ભૂમિકા સોંપવાના નિર્ણયને આખરી ઓપ આપી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે આ પછી જ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!