• ભાવનગરમાં શાકભાજીનાં ભાવમાં ઘટાડો થતા મોટી રાહત
    ગુજરાત 5-1-2023 10:04 AM
    • ખેડુતોને પુરતા ભાવ ન મળતા પરેશાની વધી
    ભાવનગર

    શાકભાજીના ભાવમાં ભાવનગરમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે લોકોમાં અને ખાસ કરીને ગૃહિણીઓમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. જો કે ખેડુતોને પુરતા ભાવ ન મળતા તેમની પરેશાની વધી રહી છે. શાકભાજીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને શાકભાજીના ભાવ ગગડતાં રોવાનો વારો આવ્યો છે. હાલમાં શાકભાજીના ભાવ ગગડી ગયા છે. ત્યારે ગૃહિણીઓ તો ઘણી આનંદિત છે કારણ કે વિવિધ પ્રકારના શાકભાજી ગૃહિણીઓને સાવ સસ્તા ભાવે મળી રહ્યા છે. 

    જો કે એકની ખુશી બીજા માટે દુખનું કારણ બની છે. શાકભાજીનો પાક ઉગાડનારા ખેડૂતો શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખૂબ નિરાશ થયા છે. આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. શિયાળા મોંઘા ભાવે બિયારણ લાવી કરેલા વાવેતર બાદ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો પરેશાન બન્યા છે. ત્યારે ભાવનગરના ખેડૂતો યાર્ડમાં મફતના ભાવે શાકભાજી વેચી રહ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને મહામૂલો પાક બજારમાં મફતના ભાવે વેચવો પડી રહ્યો છે. યાર્ડમાં શાકભાજીના વેચાણભાવની વાત કરીએ તો, 20 કિલો ટામેટાના 80થી 120 રૂપિયા, ગુવારના 20 કીલોના 100થી 180 રૂપિયા, કોબીના 90થી 170 રૂપિયા મળી રહ્યા છે તો મરચાં, કોથમીરના ભાવ સાવ ઓછા મળી રહ્યા છે પરિણામે ખેડૂતો નિરાશ છે અને તેમની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે.

    આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. ખેડૂતો સાથે વેપારીઓનો માલ પણ બિલકુલ વેચાતો નથી. જયારે સસ્તી શાકભાજી મળતા ગૃહિણીઓને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!