• ઉજળો ગુનેગાર -પીના પટેલ “પિન્કી”

     શહેરની મધ્યમાં આવેલ ટાઉનહોલ આજે ખીચોખીચ ભરેલો હતો. એક મોટા ગજાના સાહિત્યકારનું આજે પુસ્તક વિમોચન અને વ્યાખ્યાન હતું. એ સાહિત્યકારે જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે આખા હોલમાં બેઠેલા લોકો અંજાઈ ગયાં.” આપણા સમાજમાં રહેતાં ઉજળા ગુનેગાર વિશે એ પુસ્તકમાં ખૂબ જ સરસ ઉદાહરણ સહિત વર્ણન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામ સાંભળવા અને ભાગ લેવા માટે આ જ શહેરમાં રહેતી પ્રેમા આવી હતી જે આ જ શહેરમાં દિવ્યાંગ આશ્રમમાં રહીને બાળકોને ભણાવતી હતી. તેને આ સાહિત્યકારનું પુસ્તક ખૂબ જ ગમ્યું એટલે તેને ખરીદી લીધું. તે એ લેખકની સ્પીચ સાંભળીને પ્રભાવિત થઈ હતી., પરંતુ પુસ્તક વાંચ્યાં પછી તો એ એમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ જે રીતે તે લેખક તેની કલ્પનાઓ દ્વારા જે ઉજળા ગુનેગારોનું વર્ણન કર્યુ હતું તે ખરેખર આ સમાજમાં ફરતાં જ હતાં અને લોકોની આંખો પર એવી પટ્ટી બાંધેલી હતી કે તે આ ગુનેગારને જોઈ શકતી જ નહીં અને કદાચ ખબર પડે તો આંખ આડા કાન કરી લેતી. તેને થયું કે આ બધા ઉજળા ગુનેગારોને બહાર પાડનાર લેખક કેટલા સજ્જન હશે. તેમનામાં કેટલી માનવતા રહેલી છે તે વિચારતાં જ ગદગદ થઈ ગઈ. બીજા દિવસે તેને તેના આશ્રમમાં દિવ્યાંગ બાળકો માટે આ પુસ્તકના દરેક પ્રકરણનો ઓડિયો બનાવવાનું વિચાર્યું અને તે આ પુસ્તકનો ઓડિયો બનાવીને બાળકોને સંભળાવા તે તત્પર હતી. તેની સાથી મિત્રએ કહ્યું “ આ મોટા લેખકોના પુસ્તકનો ઓડિયો બનાવતાં પહેલાં તમારે તેની પરવાનગી લેવી પડશે.”પ્રેમા પાસે એ લેખકનો ફોન  નંબર તો હતો એટલે તેને તરત જ ફોન કર્યો. “હલો, સાહેબ મેં ગઈકાલે તમારું પુસ્તક ઉજળા ગુનેગાર વાંચ્યું. ખૂબ જ સુંદર પુસ્તક છે.મેં એક બેઠકે આ પુસ્તક પુરું કરી દીધું. હવે આ પુસ્તકનો  મારે મારા દિવ્યાંગ બાળકો માટે ઓડિયો બનાવવો છે. તો હું આ ઓડિયો બનાવી શકું?”“હા, બેન કેમ નહીં ચોક્કસ બનાવો પરંતુ મને આમાં રોયલ્ટી કેટલી આપી શકશો?”આ સાંભળતાં જ પ્રેમાના તો પગ નીચેથી જમીન સરકી ગઈ. ઉજળા ગુનેગાર વિશે લખનારમાં પણ ઉજળો ગુનેગાર છુપાયેલો જ છે. તેને ફોન કટ કરી દીધો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!