• ટાઇલ્સના ઉછાળાને કારણે માર્બલ સેક્ટરમાં ૨૫%થી વધુ કારોબાર ઘટ્યો.
    વ્યાપાર 26-4-2024 09:32 AM
    રાજસ્થાનના અજમેર જિલ્લામાં સ્થિત માર્બલ સિટીના નામથી મશહૂર કિશનગઢ પોતાના માર્બલના શિલ્પ કૌશલ્ય માટે પ્રસિદ્ધ છે. અહીંના માર્બલ દેશ અને વિશ્વમાં પણ મશહૂર છે. NH ૮ માર્બલ મંડી માટે વરદાન સાબિત થયું. અહીંથી મકરાનાની કનેક્ટિવિટી હોવાને કારણે કિશનગઢની માર્બલ ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઇઓ સુધી પહોંચી. પરંતુ હવે આ માર્બલ ઇન્ડસ્ટ્રીને ગુજરાતના મોરબીની ટાઇલ્સ અને સસ્તા ચીની વિકલ્પોને કારણે સીધો જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આજે કિશનગઢમાં અનેક જગ્યાએ માર્બલના શોરૂમની જગ્યાએ ટાઇલ્સના શો-રૂમ નજરે પડી રહ્યા છે. આ પહેલા નાગોર જિલ્લાના મકરાનાના માર્બલની પ્રસિદ્ધિ તેનાથી વધુ હતી. પરંતુ મકરાનાનું માર્બલ ખર્ચાળ હોવાને કારણે કિશનગઢમાં નાના પાયે માર્બલ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઇ.

    તાજેતરના વર્ષોમાં તેમાં ૨૦-૨૫%નો ઘટાડો થયો છે. દેશ અને કિશનગઢ એમ બંનેમાં વેચાતી ૯૦%થી વધુ ટાઇલ્સ ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે સ્થિત મોરબી જિલ્લાથી આવે છે. પાટીદારોની બહુમતી ધરાવતા મોરબી જિલ્લામાં ૧,૦૦૦થી વધુ ટાઇલ્સના કારખાના છે, જેનો વાર્ષિક કારોબાર લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા છે. ટાઇલ્સના શોરૂમ તેજીથી વધવાને કારણે માર્બલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ૨૫,૦૦૦થી વધુ કામદારોની આજીવિકા ખતરામાં છે. કિશનગઢ માર્બલ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અનુસાર, ટાઇલ્સના ઉછાળાને કારણે માર્બલ સેક્ટરમાં ૨૫%થી વધુ કારોબાર ઘટ્યો છે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાંત અનુસાર માર્બલ અને ટાઇલ્સની કિંમતમાં જમીન આકાશનું અંતર છે.

    ટાઇલ્સ માર્બલની તુલનામાં ખૂબ જ સસ્તી પડે છે એટલે જ લોકો માર્બલને બદલે ટાઇલ્સને વધુ પ્રાધાન્ય આપે છે. આજકાલ માર્કેટમાં માર્બલ અને ગ્રેનાઇટને સમાન પેટર્ન વાળી ટાઇલ્સ મોટા પાયે ઉપલબ્ધ છે. કિશનગઢ માર્બલ એસોસિએશન અનુસાર, અહીં દૈનિક ૧૬ કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થાય છે. વાર્ષિક આધારે અહીં અંદાજે ૫૫૦૦ થી ૬૦૦૦ કરોડનો વેપાર થાય છે. કિશનગઢમાં ૫૦ વર્ષ પહેલા ક્રેઝી અને ચિપ્સની નાના સ્તરનું યુનિટ લગાડીને માર્બલ કારોબારની શરૂઆત કરવામાં આવી હતી. કિશનગઢની માર્બલ અને ગ્રેનાઇટ ઇન્ડસ્ટ્રી, રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (RIICO)ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થિત છે અને ૫૦ કિલોમીટરમાં ફેલાયેલી છે. તેમાં અંદાજે ૧૫૦૦ મોટા યુનિટ્સ, લગભગ ૪૦૦૦ ડીલર અને ૨૫,૦૦૦ કર્મચારી સામેલ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!