• ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવ્યો.
    વ્યાપાર 28-3-2024 08:51 AM
    ભારત ડુંગળીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. નિકાસ પર ૩૧મી માર્ચ સુધી પ્રતિબંધ મૂકયો હતો, જે હવે બેમુદત લંબાવવામાં આવ્યો હોવાનું ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના સુત્રોએ  અગાઉ જણાવ્યું હતું. ખેડૂતોના હિતો સચવાઈ રહે તેની સરકાર ખાતરી રાખવા માગે છે એમ ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું. દેશના કેટલાક શહેરોમાં ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ બેમુદત સુધી લંબાવવા ગયા સપ્તાહમાં નિર્ણય કર્યો હતો. ખેડૂતોના હિતોને જાળવવા આગામી બે-ત્રણ દિવસમાં રવી કાંદાની ખરીદી શરૂ કરાશે. અંદાજે પાંચ લાખ ટન કાંદાની ખરીદી કરાશે એમ સરકાર વતિ જણાવાયું છે.

    ડુંગળીની નિકાસ બેમુદત લંબાવાતા દેશની વિવિધ મંડીઓમાં ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો તરફથી ઊભા થયેલા વિરોધને ધ્યાનમાં રાખી ખુલ્લા બજારમાંથી કાંદાની ખરીદી શરૂ કરવા સરકારે ખાતરી ઉચ્ચારી છે. ભાવમાં ઘટાડો થશે તો પણ અમે ખેડૂતોના હિતો જાળવશું એમ સચિવે વધુમાં જણાવ્યું હતું. ૨૦૨૩-૨૪માં સરકારે રવી તથા ખરીફના મળીને કુલ ૬.૪૦ લાખ ટન કાંદાની ખરીદી કરી હતી. ગયા વર્ષ ડુંગળીની ખરીદી જૂનમાં શરૂ કરાઈ હતી પણ વર્તમાન વર્ષમાં તેનો જલદી પ્રારંભ થશે.કાંદાની નિકાસ પરના પ્રતિબંધથી ટ્રેડરોને અસર થાય છે નહીં કે ખેડૂતોને. મહારાષ્ટ્રમાં કાંદાના સરારેશ ભાવ પ્રતિ કિલો ૧૩થી ૧૫ બોલાઈ રહ્યા છે. જે ગયા વર્ષના સ્તર કરતા લગભગ બમણા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!