• લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, દેશના સૌથી વધુ ધનિક મહિલા અને પૂર્વ મંત્રીનું રાજીનામું
    રાષ્ટ્રીય 28-3-2024 12:27 PM
     નવી દિલ્હી

    અગાઉ પણ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપીને પક્ષને રામ-રામ કર્યા છે.  લોકસભા 2024ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને પક્ષને રામ-રામ કર્યા છે ત્યારે હવે દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના પૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરીને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી હતી. સાવિત્રી જિંદાલે બુધવારે સોશિયલ મીડિયા એક્સ (X) પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના પરિવારની સલાહ પર કોંગ્રેસની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યી છું.’
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!