• હવામાં કૂદકો મારીને CSK રવીન્દ્ર જાડેજાએ એક હાથે પકડ્યો કેચ.
    સ્પોર્ટ્સ 20-4-2024 12:23 PM
    CSKના રવિન્દ્ર જાડેજા શાનદાર બેટિંગ-બોલિંગની સાથે મેદાન પર તેની ફિલ્ડિંગ માટે જાણીતા છે. એવામાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં જડ્ડુની શાનદાર ફિલ્ડિંગની ઝલક જોવા મળી હતી.

    177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 17 ઓવરમાં એક વિકેટે 161 રન બનાવ્યા હતા. 18મી ઓવરમાં પથિરાનાએ બોલિંગ કરી અને જાડેજાએ ઓવરના પહેલા જ બોલ પર એક હાથે કેચ પકડીને કેએલ રાહુલની ઈનિંગ્સનો અંત કર્યો હતો. જાડેજાએ ડાઈવ કરીને આ બોલને એક હાથે કેચ કર્યો તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. લખનૌની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સુપર જાયન્ટ્સે છ બોલ બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી. રાહુલે 82 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડી કોકે 54 રનની ઇનિંગ રમી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!