• ધોનીએ કર્યો ખુલાસો કરતાં કહ્યું મને પણ માર્કી ખેલાડી તરીકે ઓફર મળી હતી
    સ્પોર્ટ્સ 27-3-2024 10:52 AM
    મુંબઈ

    આઈપીએલ 2024ની શરુઆત થઈ ચુકી છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 2 મેચ રમી છે અને આ બંન્ને મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત થઈ છે. આઈપીએલ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી ટાઈટલ જીત્યું હતુ.

    આઈપીએલના પહેલી સીઝનના 16 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલમાં આઈપીએલની 2024 સીઝન ચાલુ પણ થઈ ચૂકી છે. 20 ફ્રેબુઆરી 2008ના રોજ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ ઓક્શન યોજાય હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની પહેલી આઈપીએલ ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ધોનીએ આ વાત પોતે કરી છે કે, તેમને ઓક્શન પહેલા માર્કી ખેલાડી બનવા માટે એક મિલિયન ડોલર મળી રહ્યા હતા પરંતુ તેમણે ઓક્શનમાં જવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2007માં ભારતને પહેલો વર્લ્ડકપ જીતાડનાર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 2008ના આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 1.5 મિલિનયનમાં લીધો હતો.આઈપીએલની પહેલી જ સીઝનમાં ધોનીએ 16 મેચમાં 133.54ના સ્ટ્રાઈક રેટથી કુલ 414 રન બનાવ્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!