• ભારતીય સ્ટાર્ટઅપ્સ માટેના ભંડોળમાં બે તૃતીયાંશ નો ઘટાડો.
    વ્યાપાર 27-3-2024 09:27 AM
    તાજેતરના વર્ષોમાં માર્કેટમાં પ્રવેશેલ કંપનીઓની પ્રતિષ્ઠા અને મૂલ્યાંકનમાં ભારે ઘટાડાથી રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. ભારતીય અર્થતંત્ર અને શેરબજાર બંને વિશ્વ મંચ પર ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આમ છતાં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં મંદી જોવા મળી રહી છે. એક સમય એવો હતો કે, રોકાણકારો ભારતીય સ્ટાર્ટઅપ્સમાં અબજો રૂપિયાનું રોકાણ કરવા આતુર હતાં. પરંતુ આજે ચિત્ર બિલકુલ બદલાઈ ગયું છે. ડેટા મુજબ ગયા વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ્સ માટેના ભંડોળમાં બે તૃતીયાંશનો ઘટાડો થયો હતો. જે યુએસ સ્ટાર્ટઅપ્સના ૩૬%ના ઘટાડા અને ચાઇનીઝ સ્ટાર્ટઅપ્સના ૪૨%ના ઘટાડા કરતાં ઘણું વધારે હતું. ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો સંભવિત નફાકારકતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમજ સ્થિરતામાં વધુ રસ ધરાવે છે.

    વેન્ચર ઇન્ટેલિજન્સ ડેટા મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૪માં ભારતીય સ્ટાર્ટઅપ્સે લગભગ રૂ.૯૦૦ લાખ કરોડ એકત્ર કર્યા છે. તે ૨૦૨૩ માં રૂ.૮ અબજના રોકાણથી ઘણાં ઓછાં છે, તે છ વર્ષની નીચી સપાટી અને પ્રવાહની દ્રષ્ટિ એ બીજું ધીમું વર્ષ સૂચવે છે. જે ૨૦૨૧માં રૂ.૩૬ અબજ અને ૨૦૨૨ માં રૂ.૨૪ અબજ એકત્ર કરવામાં આવેલા ભન્ડોળથી ઘણું દૂર છે. તેનાથી વિપરિત, ગયા વર્ષની શરૂઆતથી ૮%થી વધુની આર્થિક વૃદ્ધિ સાથે સ્થાનિક શેરબજારમાં ૧૯%નો ઉછાળો આવ્યો હતો. ગત મહિને તે રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો હતો. ઓછા સ્ટાર્ટઅપ ફંડિંગથી વ્યાપક આર્થિક અસર થઈ શકે છે. છેલ્લાં આઠ વર્ષમાં સ્ટાર્ટઅપ્સે ભારતની નવી નોકરીઓમાં ૨૦-૨૫% અને આર્થિક વૃદ્ધિમાં ૧૦-૧૫%નું સર્જન કર્યું છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!