• રસોઈના મસાલામાં ગોલ્ડન માઈલસ્ટોન સમાન ગોલ્ડી મસાલા
    સક્સેસ સ્ટોરી 25-2-2022 12:15 PM
    • વર્ષ 1980માં ઉત્તરપ્રદેશના કાનપુરથી શરૂ થયેલો બિઝનેસ આજે દેશભરમાં વિસ્તાર પામ્યો
    • ગુજરાતમાં 2018માં શરૂઆત કર્યા બાદ આજે 130 શહેરમાં ડિસ્ટ્રીબ્યુટર ધરાવે છે ગોલ્ડી મસાલા
    •  બે મિત્રોએ સાથે મળી શરૂ કરેલી કંપની આજે તેમના પુત્રો વધુ સૂઝબૂઝ સાથે સંભાળી રહ્યાં છે
    અમદાવાદ

    મોટાભાગના ઘર, રેસ્ટોરન્ટ કે હોટલમાં બનતી રસોઈમાં સ્વાદ, સોડમ અને સુંગધમાં વધારો કરવામાં ટૂંકા ગાળામાં જેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે તેવા ગોલ્ડી મસાલા હવે ગૃહિણીઓની પહેલી પસંદ બની ગયા છે. વર્ષ 1980માં કાનપુરથી શરૂઆત કરનાર ગોલ્ડી મસાલા વર્ષ 2018થી ગુજરાતમાં પહોંચ્યું અને માત્ર ત્રણ વર્ષમાં પોતાનું માર્કેટ સ્થાપિત કરી દીધું છે. આજે રાજ્યના 130 શહેરમાં ડિસ્ટ્રીબ્યુટર ધરાવે છે. દરેક કિચનના સોલ્યુશન સમાન ગોલ્ડી મસાલા દરેક વેરાયટી બનાવે છે. હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ગોલ્ડી મસાલા સરળતાથી મળી શકે છે.

    મસાલા માર્કેટમાં રાષ્ટ્રીયસ્તરે હવે ગોલ્ડી મસાલાનું નામ ગુંજતુ થયું છે ત્યારે તેની આજ દિવસ સુધીની સફર પણ એટલી જ રસપ્રદ છે. ગોલ્ડી મસાલાના સંસ્થાપક સોમપ્રકાશ ગોયંકા અને સુરેન્દ્રકુમાર ગુપ્તા ધો-5થી સાથે જ અભ્યાસ કર્યો હતો. બન્ને યુવાનોની ઉંમર 25 વર્ષની આસપાસ હશે ત્યારે સોમપ્રકાશ ગોયંકાના પિતાજી બસંતલાલ ગોયંકાએ બન્નેને રસોડામાં વપરાતા મસાલાનું છૂટક વેચાણ કરવા સલાહ આપી હતી.  

    બન્ને મિત્રોએ માત્ર 1600 રૂપિયાના મૂડીરોકાણ સાથે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં હુલાગંજના દાનાખોરીમાં મસાલા દળવાની ઘંટી શરૂ કરી હતી. બાદમાં જાતે પેકિંગ કરીને સાયકલ અને રિક્ષામાં લઈને પોતાના મસાલા વેચવાની શરૂઆત કરી હતી. વર્ષ 1980માં તેમણે કિદવઈ નગરમાં ભાડાના મકાનમાં મસાલા દળવાનું મોટું મશીન લગાવ્યું હતુ. આ ધંધો ધીમે ધીમે ચાલવા લાગતા હવે બેંકમાંથી લોન લઈને દાદાનગરમાં ફેકટરી ખરીદી અને મોટાપાયે દાળ-શાકના મસાલા અને રસોડામાં વપરાતી અન્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 

    તેમનો ધંધો ચાલવા લાગતા મંધાનામાં 40 એકર જમીન પર તેમણે ફેકટરી બનાવી અને બે દાયકામાં ગોલ્ડી મસાલાનું વાર્ષિક ટનઓવર 60 કરોડ પર પહોંચી ગયું હતું. બન્ને ભાગીદારોએ વેપારની સાથે પુત્રોને સારો અભ્યાસ પણ કરાવ્યો હતો. સોમપ્રકાશ ગોયંકાના પુત્ર આકાશ ગોયંકાએ બ્રિટનમાં કાર્ડિફ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. થોડો સમય યુકેમાં નોકરી કર્યા બાદ ગોલ્ડી મસાલા સાથે જોડાયા હતા. આકાશ ગોયંકાએ બિઝનેસને એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગથી સંચાલિત કરવાની શરૂઆત કરી હતી. જાપાનથી પાવર જનરેટર્સ ખરીદ્યા અને ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતુ. વર્ષ 2006માં તેમના નાના ભાઈ સંદીપ ગોયંકાને પણ આ ધંધામાં સાથે લીધા. તેઓ પણ જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, યુએસએમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. સુરેન્દ્ર ગુપ્તાના પુત્ર શુભમ ગુપ્તા પણ પિતાના ધંધામાં જોડાયા હતા. ત્રણેય પાટનર્સે સાથે મળીને માર્કેટમાં હવે નામ ગૂંજતુ કર્યું છે.

    સલમાનખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય ફળ્યો
    આકાશ ગોયંકા વર્ષ 2010ના એક બનાવને યાદ કરતા જણાવે છે કે, જે તે સમયે ગોલ્ડી બ્રાન્ડને લોકલ ગણીને કોઈ ભાવ આપતું ન હતું. વર્ષોની મહેનત બાદ અમે ગોલ્ડી મસાલાને નેશનલ કક્ષાએ સ્થાપિત કરવા નિર્ણય કર્યો હતો. વર્ષ 2019માં સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો હતો. બાદમાં એક વર્ષમાં કંપનીનું વાર્ષિક ટનઓવર કરોડોને પાર કરી ગયું હતું.

    ગોલ્ડી મસાલાના દેશમાં 1600થી વધારે ડિલર્સ
    હવે ગોલ્ડી મસાલાના બે ડઝન યુનિટ્સ સબ્જી મસાલા, શરબત, નૂડલ્સ, અથાણું, પાપડ, સોસ, પૂજા સામગ્રી, ચા, ગ્રીન ટીનું પ્રોડક્શન કરી રહ્યાં છે. આખા દેશમાં કંપનીના 1600થી વધારે ડીલર્સ છે, પણ તેમાં 150થી વધારે પ્રોડક્ટ્સ દરેક સ્ટોર્સમાં લાખો દુકાનદારો વેચે છે. ગોલ્ડી કિચન મસાલે અને તેના પ્રમોટરોએ ઇકોનોમિક ટાઇમ્સ એજ દ્વારા શ્રેષ્ઠ બ્રાન્ડ્સ 2021, મોસ્ટ પ્રોમિસિંગ બ્રાન્ડ 2019, લોહિયા રત્ન, MSME એવોર્ડ, ઝી બિઝનેસ મર્ચન્ટ એવોર્ડ અને શ્રેષ્ઠ વ્યવસાયિક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!