• ઉત્તમ ગુણવત્તાસભર ફૂડનો પર્યાય એટલે ગ્વાલિયા સ્વીટ્સ
    સક્સેસ સ્ટોરી 21-2-2022 12:30 PM
    • વર્ષ 1993માં અમદાવાદના નવરંગપુરામાં 300 સ્કેવર ફૂટની દુકાન ખરીદ્યા બાદ 10 જુલાઈ, 1994માં સફરનો પ્રારંભ
    • ગ્વાલિયા સ્વીટ્સ પ્રાઈવેટ લિમિટેડનું વાર્ષિક ટર્નઓવર હાલ 180 કરોડ જેને 300 કરોડ સુધી લઈ જવાની નેમ
    • ગ્વાલિયાનો વિદેશમાં પણ ડંકો ઃ દુબઈ, અમેરિકા, ન્યુઝિલેન્ડ તથા મીડલઇસ્ટના અનેક દેશોમાં પહોંચે છે નમકીન, મીઠાઈ સહિતનું ફૂડ
    અમદાવાદ

    0ગ્વાલિયા સ્વીટ્સ આજે અમદાવાદ સહિતના ફૂડ માર્કેટમાં ખૂબ જાણીતુ નામ છે. તેની પાછળ ખૂબ લાંબા સમયની મહેનત રહેલી હોવાનું જણાવતા જય શર્માએ અત્યાર સુધીની સફરની વાત કરી હતી. તેઓના જણાવ્યા અનુસાર વર્ષ 1930માં તેમના દાદા રાજસ્થાનમાં નવલગઢ ખાતે પેંડા અને દહીંવડા બનાવતા હતા. 1949માં રાજસ્થાનથી બિહાર શિફ્ટ થયા હતા. આ વખતે તેમના પિતાજી નંદકિશોર શર્મા માત્ર એક વર્ષના હતા. બાદમાં વર્ષ 1969માં તેઓએ દરભંગા ખાતે સ્વીટ્સ અને ફરસાણનો ધંધો શરૂ કર્યો હતો. 1973 સુધીમાં શર્મા પરિવારે અજન્ટા સ્વીટ્સ નામથી ધંધો ચાલુ કર્યો હતો. જો કે તે આજે પણ ત્યાં ચાલુ જ છે. જય શર્માએ બીએસસી મેથ્સ અને સ્ટેટેસ્ટિક વિષયમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. જ્યારે તેમના મોટા ભાઈ દીપક શર્મા મિકેનિકલ એન્જનિયર છે.

     વર્ષ 1993માં અમદાવાદ ખાતે નવરંગપુરામાં સ્ટેડિયમ ખાતે 300 સ્કેવર ફૂટની પહેલી દુકાન ખરીદી હતી. જેનું ઓપનિંગ તા. 10 જુલાઈ, 1994માં કર્યું હતું. શરૂઆતમાં માર્કેટિંગરૂપે બિહારી ટેસ્ટને ધ્યાનમાં રાખીને રસગુલ્લા અને મોતીચૂરના લાડુ ચાલુ કર્યા હતા. અમદાવાદની માર્કેટને ધ્યાનમા રાખીને સ્વીટ્સ બજારમાં મૂકી હતી. આ વખતે અમદાવાદમાં મીઠાઈની દુકાનમાં કોઈ વેપારીઓ બેકરી રાખતા ન હતા. અમે બેકરી પ્રોડક્ટ રાખવાની શરૂઆત કરી હતી. 1994માં સ્વીટ બેકરી તથા ચાટ પણ શરૂ કરી હતી. વર્ષ 2000માં સિને મસાલા નામથી અમદાવાદમાં આશ્રમરોડ સિટી ગોલ્ડમાં રેસ્ટોરન્ટ ચાલુ કરી હતી. સાથે-સાથે 50થી 100 માણસોના કેટરિંગનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો. 2002માં સેકન્ડ રિટેઈલ આઉટલેટ માનસી ચાર રસ્તા શરૂ કરી હતી. જેમા સ્વીટ્સ, ફરસાણ, ડ્રાયફુટ તથા સ્નેક્સ આપવાનું ચાલુ કર્યું હતુ. 2004માં પ્રલાદનગરમાં 5000 સ્કેવર ફૂટનો સ્ટોર જે અમારા વ્યવસાયમાં સૌથી મોટો સ્ટોર હતો તે ચાલુ કર્યો હતો. સૌ પ્રથમ 10,000 સ્કેવર ફૂટનો બેંકવેટ હોલ 2005માં વિનસ એટલાન્ટિસમાં ચાલુ કર્યો હતો.  વર્ષ 2006માં ચાંદખેડા ખાતે 4-D મોલમાં અને મણિનગરમાં ફાસ્ટફુડ આઉટલેટ બનાવ્યો હતો. 

    હાલમાં ગ્વાલિયા સ્વીટ્સ પાસે 22 પોતાના અને ત્રણ ફ્રેન્ચાઇઝના રીટેઈલ આઉટલેટ છે જેમાં સાણંદ અને બરોડા ફ્રેન્ચાઈઝ આઉટલેટનો સમાવેશ થાય છે. 

    વર્ષ 2010માં ઇન્ટરનેશનલ સ્વીટ્સને ધ્યાનમાં રાખીને બકલાવા સ્ટોર ચાલુ કર્યો હતો. બકલાવા મીડલઇસ્ટનો શબ્દ છે જેનો અર્થ મીઠાશ થાય છે. આ સ્ટોરમાં તુર્કી સ્વીટ્સ, ઓરીએન્ટલ સ્વીટ્સ તથા ખજૂરની સ્વીટ્સ સાથે 30 વેરાયટીઓ સામેલ છે. આ સ્વીટ્સમાં સુગર હોતી નથી પણ મધ અને ડ્રાયફુડનો હેલ્ધી સમાવેશ હોય છે.  

    ગુજરાતને ધ્યાનમાં રાખીને વર્ષ 2016માં ગુજરાતી થાળીનો કન્સેપ્ટ ગ્વાલભોગ 120 માણસોની બેઠક વ્યવસ્થા સાથે ચાંદખેડામાં ચાલુ કર્યો હતો. જેમાં ગુજરાતી થાળી માત્ર રૂ. 385માં ગુજરાતી આઈટમો ઉપરાંત બીજા રાજ્યના ગ્રાહકોને પણ લાભ થાય તે ધ્યાનમાં રાખી વિવિધ બીજી વાનગીઓ જેવી કે ચાટ, બંગાળી મીઠાઈ, રાજસ્થાની સબ્જી, પંજાબી સબ્જી તથા દાલબાટી ગુજરાતી થાળી સાથે આપીએ છીએ. 

    સાઉથ ભારતના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2019માં ગ્વાલિયા વન્નકમ રૂ. 349માં સાઉથ ઇન્ડિયા થાળી પણ ચાલુ કરી છે. 2020માં SBR ફાસ્ટફુડ આઉટલેટ તથા 15,000 સ્કેવર ફૂટનો બેંકવેટ હોલ જેમાં 800 માણસોની કેપેસિટી જે બેંકવેટ 25 ફૂટની હાઈટ ધરાવે છે અને 250 કારની પાર્કિંગ વ્યવસ્થા છે. 

    ગ્વાલિયા સ્વીટ્સ પાસે હાલ અમદાવાદ ખાતે ત્રણ ફેક્ટરીઓ છે. જેમાં સ્વીટ્સ, નમકીન અને ટીન પેકિંગનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉપરાંત નોયડા, બેંગ્લોર અને પટણા ખાતે પણ એક્સપોર્ટ કરવા માટેની ફેક્ટરી પણ છે. ભવિષ્યમાં ગુજરાતમાં તલોદ ખાતે 25 વિઘા જમીનમાં ફેક્ટરી ચાલુ કરવા જઈ રહ્યાં છીએ.  આ ફેક્ટરીના માધ્યમથી હાલ દરરોજનું નમકીનનું ઉત્પાદન 5,000 કિલો છે તેને 15થી 20 હજાર કિલો સુધી લઈ જવાનો વિચાર છે. ટીનફુડમાં હાલ 1000થી 1500 કેનની કેપેસિટી છે જેને 5000થી 10,000 કેનની કેપેસીટી સુધી લઈ જવાનું પ્લાનિંગ છે. હાલ અમારી પાસે 900 વર્કર છે. જેને 2000 સુધી વધારવાની ઇચ્છા છે. જય શર્મા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફુડ કમિટીના મેમ્બર અને ગુજરાત ફરસાણ અને મીઠાઈ એસોસિએશનના કમિટી મેમ્બર છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!