• જગદીશ ત્રિવેદીના ન્યુ જર્સી અમેરિકાનાં એક જ કાર્યક્રમમાંથી ગુજરાતની કેન્સર હોસ્પિટલને 85 લાખ રૂપિયાનું દાન
    ગુજરાત 5-6-2023 12:10 PM
    સુરેન્દ્રનગર

    હાસ્યકલાકાર સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પોતાના આ પ્રવાસનાં કુલ 40 કાર્યક્રમોમાંથી પ્રથમ 15 કાર્યક્રમો વડોદરા પાસે આવેલા ગોરજ ગામના મુની સેવા આશ્રમના કૈલાસ કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરને અર્પણ કરેલા છે. જગદીશ ત્રિવેદીએ મે મહિનામાં કેનેડામાં આ હોસ્પિટલ માટે આઠ કાર્યક્રમો કરીને કુલ 1,12,600 કેનેડીયન ડોલર એટલે કે ભારતના 68 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યુ હતું. જૂન મહિનાથી અમેરીકામાં એમના કાર્યક્રમો શરૂ થયા ન્યુ જર્સીના એક જ કાર્યક્રમમાં કુલ 1,06, 000 અમેરીકન ડોલર એટલે કે આશરે  85 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાનાં જાણીતા ડોક્ટર પદ્મશ્રી સુધીરભાઈ દેસાઈ સહિત અંદાજે 500 જેટલાં ન્યુ જર્સીના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડો. જયેશ કાનુગા અને એમના ધર્મપત્નિ ડો. ધર્મીષ્ઠા કાનુગા તરફથી 25000 ડોલર એટલે 40 લાખ રુપિયાનું દાન પ્રાપ્ત થવાથી કુલ દાન 85 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.ન્યુ જર્સીમાં રહેતા મુની સેવા આશ્રમના સમર્પિત સેવકો ડો. યોગેન્દ્ર પટેલ અને ડો. નીલા પટેલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!