• જાસપુર વોટર વર્કસ ખાતે છ કલાક સુધી કામગીરીના કારણે શટડાઉન કરાશે.
    ગુજરાત 20-4-2024 11:41 AM
    નદીપારના વિસ્તારોમાં પાણી પુરુ પાડતા જાસપુર વોટર વર્કસ ખાતે શનિવારે બપોરથી ટેકનીકલ કારણોસર શટડાઉન કરાશે. આ કારણથી ૨૧ એપ્રિલને રવિવારે સવારે નદીપારના વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી સપ્લાય આપવામા આવશે.છ કલાક સુધી કામગીરીના કારણે શટડાઉન કરાશે.જેને લઈને નદી પારના વિસ્તારોમા પાણી સપ્લાય ઉપર અસર થશે.

    મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શનિવારે ૨૦ એપ્રિલના રોજ બપોરે બે થી રાત્રિના આઠ કલાક સુધી જાસપુર વોટર વર્કસ ખાતે ટેકનીકલ કારણોસર શટડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ કારણથી ૨૧ એપ્રિલને રવિવારે સવારે શહેરના ઉત્તર-પશ્ચિમ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ તથા પશ્ચિમ ઝોનના કેટલાક વોર્ડ વિસ્તારોમાં સવારના સમયે આપવામા આવતા પાણી સપ્લાય ઉપર અસર થવા પામશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!