• કવિતા : જિંદગી સામે લલકાર....!!!
    કદીક મેં જિંદગીને નજદીકથી જોઈ હતી,
    સાલ્લી! વિકરાળ મોં ફાડીને ઊભી હતી!

    બચવા તેનાથી કયૉ’તા મેં મરણિયા પ્રયાસો,
    સાલ્લી!  કેવી નહોર લગાવી ને ઊભી હતી!

    કર્યું પ્રભુ સ્મરણ, પણ ફોગટ બધુંય,
    સાલ્લી! ચુંગાલ ભીડને એ ઊભી હતી!

    થયો શાંત ચિત્તે હવે, હૈયે હામ ભીડી,
    અહો..! હવે પીછેહઠ કરીને ઊભી હતી!

    યોદ્ધાની જેમ લડીને કરી મ્હાત એને ‘અનિકેત’,
    ધખતા તાપમાં એ ગુલમ્હોરના ફૂલ લઈને ઊભી હતી!
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!