• મહેન્દ્ર સિંહ ધોની IPL 2024 પહેલા પ્રેક્ટિસમાં તોફાની મુજે નજર આવ્યા
    સ્પોર્ટ્સ 20-3-2024 11:06 AM
    મુંબઈ

    ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2024 પહેલા તોફાની મૂડમાં નજર આવી રહ્યા છે. ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં સીએસકે ટીમ પ્રેક્ટિસ કરી રહી છે અને આ દરમિયાન એમએસ ધોની બોલર્સ પર વરસી રહ્યા છે. મંગળવાર 19 માર્ચે પ્રેક્ટિસ સેશન દરમિયાન એમએસ ધોનીના બેટથી ચાહકોનો ફેવરિટ શોટ એટલે કે હેલીકોપ્ટર શોટ પણ નીકળ્યો. નેટ્સમાં તે કોઈ પણ બોલર્સને છોડી રહ્યા નથી. તમામ સામે એટેક કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતની આઈપીએલમાં માહી બોલર્સને હંફાવશે.  એમએસ ધોની પોતાના રેગ્યુલર ક્રિકેટના દિવસોમાં ઘણી વખત હેલિકોપ્ટર શોટ જડતા નજર આવતા હતા પરંતુ હવે માત્ર તેઓ આઈપીએલ રમે છે તો ચાહકો ઈચ્છે છે તે તેઓ ત્યાં હેલીકોપ્ટર શોટ રમે. જોકે, મેચમાં તો ઓછુ પરંતુ પ્રેક્ટિસ સેશનમાં ધોનીના બેટથી હેલીકોપ્ટર શોટ જોવા મળતા હોય છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની યુવાન ઝડપી બોલર રાજવર્ધન હંગરગેકર સામે સિક્સર મારતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક હેલીકોપ્ટર શોટ પણ તેમના બેટથી જોવા મળ્યો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!