• નવાઝુદ્દિન સિદ્દિકી અને પત્ની આલિયા વચ્ચે અંતે થયું સમાધાન
    મુખવાસ 27-3-2024 10:32 AM
    નવાઝુદ્દિન સિદ્દિકી તથા તેની પત્ની આલિયા વચ્ચે લાંબા સમય સુધી તકરાર તથા કોર્ટ કેસોનો સિલસિલો ચાલ્યા બાદ હવે આખરે સમાધાન થઈ ગયું છે. આલિયા સંતાનો સાથે ફરી નવાઝના ઘરે રહેવા ગઈ છે અને બંનેએ સાથે મેરેજ એનિવર્સરી પણ મનાવી હતી. આલિયા તથા નવાઝ બાળકો સાથે મસ્તી કરી રહ્યાં હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તે પછી અનેક લોકોએ તેમને લગ્ન જીવનને એક નવી તક આપવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.  ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૩માં આલિયા અને નવાઝુદ્દીન અલગ થઇ ગયા હતા. આલિયાએ નવાઝુદ્દીન પર મારપીટ, ખાવાનું ન આપવાથી લઇને ઘરમાં કેદ કરવા જેવા ગંભીર આરોપો મુક્યા હતા. તેણે નવાઝના ઘરની બહારથી જ અનેક વીડિયો ઉતારી નવાઝ તથા તેની મમ્મી પર આક્ષેપો કર્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!