• 'કોઈ ત્રીજા દેશને નુકસાન થવુ ના જોઈએ', ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપ્યા બાદ ચીનની પ્રતિક્રિયા.
    રાષ્ટ્રીય 26-4-2024 08:15 AM
    • ભારતે ફિલિપાઈન્સને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની ડિલીવરી કરી દીધા બાદ ચીન સમસમી ગયુ છે.
    ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે સાઉથ ચાઈના સીમાં આવેલા ટાપુની માલિકીને લઈને ખટરાગ ચાલી રહ્યો છે ત્યારે જ ભારતે સમયસર મિસાઈલ મોકલી આપ્યા છે. જેના પર ચીનની સેનાએ પ્રતિક્રિયા આપી છે.

    ચીનની સેનાના પ્રવકતા વૂ કિયાને કહ્યુ છે કે, 'ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સુરક્ષા સહયોગમાં કોઈ ત્રીજા દેશના હિતને નુકસાન ના થાય તે વાતનુ બંને દેશો ધ્યાન રાખે. ચીન હંમેશા બે દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રની ભાગીદારીના કારણે કોઈ ત્રીજા દેશને નુકસાન ના જાય અને પ્રાદેશિક શાંતિ જોખમાય નહીં તે સિધ્ધાંતમાં વિશ્વાસ કરતુ આવ્યુ છે.

    સાથે સાથે કિયાને અમેરિકાની ટીકા કરીને કહ્યુ છે કે, 'ફિલિપાઈન્સમાં અમેરિકાએ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલની તૈનાતી કરીને આ વિસ્તારની સુરક્ષા અને શાંતિ સામે મોટો ખતરો ઉભો કર્યો છે.

    ચીનની અકળામણનુ કારણ એ છે કે, ફિલિપાઈન્સ સાથે ચીનનો સાઉથ ચાઈના સીમાં આવેલા થોમસ શોલ તથા સ્કારબોરો શોલ નામના ટાપુની માલિકીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલિપાઈન્સે ચીનની દાનત પારખી જઈને ભારત સાથે બ્રહ્મોસ મિસાઈલ માટે ડીલ કરી છે. ભારત પણ ચીનની સામે પડેલા ફિલિપાઈન્સને મદદ કરી રહ્યુ છે. ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ માટે 2022માં સોદો થયો હતો.જેના ભાગરૂપે ભારત બ્રહ્મોસ મિસાઈલની ત્રણ બેટરી, તેને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ અને હેરફેર કરવા માટેનો સપોર્ટ પૂરો પાડશે. ભારતે ફિલિપાઈન્સને આપેલા બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 290 કિલોમીટર છે અને તે અવાજની ઝડપ કરતા બે થી ત્રણ ગણી ઝડપથી પોતાના લક્ષ્યાંક પર પ્રહાર કરી શકે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!