• પાકિસ્તાની નિસંતાન મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો, વૈજ્ઞાનિકોએ આ ઘટના દુર્લભ ગણાવી.
    આંતરરાષ્ટ્રીય 26-4-2024 08:36 AM
    • એક પાકિસ્તાની મહિલાએ એક-બે નહીં 6 છોકરાઓને જન્મ આપ્યો છે. વૈજ્ઞાનિકોએ આ ઘટનાને દુર્લભ ગણાવી રહ્યાં છે.
    'ખુદા દેતા હૈ તબ છપ્પર ફાડે કે દેતા હૈ' કહેવત પાકિસ્તાની મહિલા માટે સાચી પડી છે. નિસંતાન મહિલાએ એકીસાથે છ બાળકોને જન્મ આપતાં વૈજ્ઞાનિકો પણ હેરાન રહી ગયાં હતા કારણ કે એકીસાથે 6 બાળકોના જન્મની ઘટના વિજ્ઞાન ક્યારેક સાક્ષી રહ્યું નથી પરંતુ હવે આવું બન્યું છે અને તે પણ હાલમાં માતા અને બાળક બન્ને હેલ્થી છે. એકીસાથે 6 બાળકો મેળવનાર મહિલા નિસંતાન હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. 

    પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, અહીં એક મહિલાએ એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો છે. મહિલાને પ્રસવ પીડાના કારણે ગુરુવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં લાંબા ઓપરેશન બાદ પાકિસ્તાની મહિલા ઝીનત વહીદે 1 કલાકના અંતરાલમાં 6 બાળકોને જન્મ આપ્યો હતો. 

    સોશિયલ મીડિયા પર આ સમાચાર સતત વાયરલ થઈ રહ્યા છે, ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, એક મહિલા જોડિયા બાળકો (મલ્ટીપલ ચાઇલ્ડ બર્થ) કે બેથી વધુ બાળકો એક સાથે કેવી રીતે કરી શકે? 

    મલ્ટીપલ બાળકોના જન્મનું કારણ
    વૈજ્ઞાનિકોએ આ ઘટનાને મલ્ટીપલ પ્રેગનન્સી ગણાવી રહ્યાં છે. સામાન્ય રીતે સ્ત્રી એક સાથે એક બાળકને જન્મ આપતી હોય છે. જો કે ઘણા કિસ્સામાં મહિલા બે કે તેથી વધુ બાળકોને જન્મ પણ આપે છે. નિષ્ણાતો કહે છે કે જોડિયા બે રીતે હોય છે, પ્રથમ સમાન (મોનોઝીગોટિક) અને બીજો બિન-સમાન (ડીઝીગોટિક) છે. સમાન જોડિયામાં ફળદ્રુપ ઈંડા બે ભ્રૂણમાં વિભાજિત થાય છે અને આ ભ્રૂણ મોનોઝીગોટિક હોય છે. એટલે કે, તેમના જનીનો એકસરખા હોય છે. આવી સ્થિતિમાં, સમાન જોડિયા સમાન જાતિના હોઈ શકે છે અને તેમના દેખાવ પણ ખૂબ સમાન હોય છે. સાથે જ ગર્ભાધાન સમયે ગર્ભાશયમાં બે ઈંડા હોય અને બંનેને શુક્રાણુથી ફર્ટિલાઈઝ કરવામાં આવે તો આ સ્થિતિને નોન-એકસરખી પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે, આ ભ્રૂણ ડિજિગોટિક હોય છે, એટલે કે, આ સ્થિતિમાં બંને બાળકોનું લિંગ અલગ હોઈ શકે છે.

    વૈજ્ઞાનિકોએ આ કેસને અતિ દુર્લભ ગણાવી રહ્યાં છે. લાખો કેસમાંથી એક એવો કિસ્સો સામે આવે છે જ્યારે એક મહિલા એક સાથે બેથી વધુ બાળકોને જન્મ આપે છે. આવું ત્યારે થાય છે જ્યારે સ્ત્રીના ઇંડાને બેથી વધુ ભાગમાં વહેંચવામાં આવે છે, આ સ્થિતિમાં સ્ત્રીને ઇંડાનું વિભાજન થાય તેટલા બાળકો થઈ શકે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!