• નાટો દેશોના બોમ્બમારાને કારણે 25 પછી પણ દેશના લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે
    આંતરરાષ્ટ્રીય 28-3-2024 09:29 AM
    બેલગ્રેડ

    માનવજાતે યુધ્ધ લડવા માટે એટલા ખતરનાક હથિયારો બનાવ્યા છે કે, જંગ ખતમ થઈ ગયા પછી પણ દાયકાઓ સુધી તેની અસર વરતાતી હોય છે.  યુરોપના ટચૂકડા દેશ સર્બિયાની જ વાત કરીએ તો 1999માં નાટો દેશોએ અહીંયા બોમ્બમારો કર્યો હતો. સર્બિયાની સરકારનુ કહેવુ છે કે, 25 વર્ષ પછી પણ તેમાંથી લોકો બહાર આવી શક્યા નથી. બોમ્બમારાના આફટરશોકસના ભાગરુપે આજે પણ હજારો લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે.  સર્બિયાના સ્વાસ્થ્ય મંત્રી ડેનિકા ગ્રુજિસિકે નાટોના હુમલાના 25 વર્ષ પૂરા થવા નિમિત્તે એક સમારોહમાં હાજરી આપી હતી અને એ પછી એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે  કહ્યુ હતુ કે, 1999માં  થયેલા યુધ્ધમાં બોમ્બમારા બાદ અહીંની વ્યવસ્થા પડી ભાંગી હતી. આજે પણ તેની અસર દેખાઈ રહી છે અને લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા હોવાથી મૃત્યુદર વધી રહ્યો છે.  ડેનિકા ગ્રુજિસિકે આગળ કકહ્યુ હતુ કે, કેટલાક સર્બિયન ડોકટરો સાથે મેં એક પુસ્તક લખ્યુ છે અને તેમાં 1999માં થયેલા ભીષણ બોમ્બમારા બાદ જે પરિણામો આવ્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!