• લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો હવે સોશ્યલ મીડિયાના સહારે, યુવાનોને ટાર્ગેટ કરવા માટે એક્શન પ્લાન.
    ગુજરાત 22-4-2024 11:40 AM
    લોકસભા નું ચૂંટણી નો માહોલ છે, ગ્રાઉન્ડ પર જેટલું લોકસભા નો માહોલ દેખાતો નથી. એનાથી વધારે સોશિયલ મીડિયામાં ચૂંટણીનો માહોલ દેખાઈ રહ્યો છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા રોજની વિકાસની ગેરંટી અને અબ કી બાર 400 પાર ના સ્લોગન સાથેની પોસ્ટ કરવામાં આવી રહી છે. જે હાલમાં ટ્રેંડમાં હોવાનું સામે આવ્યું છે.

    લોકસભાની ચુંટણીને લઈને હાલમાં સોશિયલ મિડિયા વોર ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા વોર રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપ ની વાત કરવામાં આવે તો દર 30 મિનિટે અભ કી બાર 400 પાર ના સ્લોગન અને વિકાસની ગેરંટી ના પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે 26 લોકસભા બેઠક ના ઉમેદવારોના નામાંકન, રોડ શો, જાહેર મોટી સભા સહિતની તમામ વિગતો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી રહી છે. જ્યારે તમામ ઝોનને સંકલિત રાખીને વાઇરલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

    હાલમાં તો ભાજપ દ્વારા સૌથી વધુ પોસ્ટ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવી રહી છે. જ્યારે ઉમેદવારો માટે ખાસ એક પ્રકારની રિલ્સ તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણીને થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોના નામની આગળ પોતાના પણું મતદારોનો લાગે એવા આશય થી રિલ્સ તૈયાર કરવામાં આવી છે. જેથી વધુને વધુ મતદારોને આકર્ષી શકાય. જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ બાબતેની રિલ્સમાં ભાજપે રૂલ તૈયાર કરીને ફકત પોઝિટિવ રાજકારણ કરીને કરવાનો નિર્ણય કરીને ફકત મોદી રિલ્સ તૈયાર કરીને પોસ્ટ કરવામાં આવી રહી છે.

    આમ હાલ તો ચૂંટણી લક્ષી કામગીરીમાં ભાજપે ફકત પીએમ મોદી ની સરકારે ૧૦ વર્ષમાં કરેલ કામો, મોદી ની ગેરંટી, અબ કી બાર ૪૦૦ પાર સહિત ના મુદ્દાને સોશિયલ મીડિયામાં સાથન આપીને ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે પણ આવનારા દિવસોમાં ઉમેદવારોને મહત્વ આપીને લોકો સુધી પહોંચવાનો ટ્રેન્ડ ઊભો કરશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!