• સૌરાષ્ટ્રમાં કાતિલ શીતલહેરઃ રાજકોટમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો!
    ગુજરાત 25-1-2023 09:42 AM
    ગુજરાત સહિત દેશભરમાં ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે. જેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. રાજકોટ શહેરમાં આજે સવારે તાપમાનનો પારો 8.7 ડિગ્રીએ નોંધાયો છે. 12 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા નગરજનો કાતિલ ઠંડા પવનોમાં ઠીંગરાયા હતાં. આ ઉપરાંત નલીયામાં પારો 5.8,પોરબંદરમાં 9 ડિગ્રી, ભૂજમાં 9.7, ડિસામાં 9.8, દીવમાં 9.9 એ નોંધાયો છે. રાજકોટમાં કાતિલ ઠંડીએ છાત્રા બાદ વધુ એક વૃદ્ધનો ભોગ લીધો હોય તેમ રાજકોટના જાળીયા ગામે રહેતા તળશીભાઇ દેવજીભાઈ ઉઘાડ નામના 60 વર્ષના વૃદ્ધ પોતાનું બાઈક લઇ વાડીએથી ઘરે જતા હતા ત્યારે ઠંડીના કારણે ચાલુ બાઈકે વૃદ્ધનું હદય બેસી જતા તળશીભાઈ ઉઘાડ ચાલુ બાઈકે નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃદ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધ બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે અને વૃદ્ધ પોતે ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તલશીભાઈ ઉઘાડ પોતાનું બાઈક લઈ વાડીએથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઠંડીના કારણે હ્દય બેસી જતાં ચાલુ બાઈકે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!