• સાઉથ સ્ટાર વિજય થલાપતિ વાયરલ ફોટામાં માથા અને હાથ પર ઈજા જોવા મળી.
    મુખવાસ 26-4-2024 10:18 AM
    સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની અપકમિંગ ફિલ્મનું શુટિંગમાં સતત વ્યસ્ત છે.થલાપતિ ઈન્ડસ્ટ્રીથી દુર રહી પોતાનું સંપુર્ણ ધ્યાન રાજનીતિમાં આપી રહ્યો છે. આ દરમિયાન તેને ઈજા થઈ છે જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા .સાઉથ સ્ટાર વિજય થલાપતિ પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે. સુપરસ્ટારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. પરંતુ હવે થલાપતિ વિજય પોતાની ફિલ્મ સફરને બ્રેક આપી રાજનીતિમાં પોતાનો સમય આપશે. પરંતુ આ વચ્ચે તેની સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી સૌ કોઈ પરેશાન છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાના હાથ અને માથામાં ઈજા જોવા મળી રહી છે. થલાપતિ વિજય હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અભિનેતા તેની ફિલ્મ 2004ની હાઈ-ઓક્ટેન બ્લોકબસ્ટર ગિલીના નિર્માતાઓને પણ મળ્યો, જે તાજેતરમાં થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ ફિલ્મ ફરી રિલીઝ થવાના ખાસ અવસર પર થલાપતિ વિજયને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મને મળી રહેલા સારા એવા પ્રતિસાદને કારણે અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!