• બીએસઈ અને એનએસઈ પર બીટા વર્ઝન સાથે ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ શરૂ.
    વ્યાપાર 28-3-2024 08:58 AM
    બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર ગુરૂવાર ૨૮, માર્ચ ૨૦૨૪થી ટ્રેડીંગના દિવસે જ સિક્યુરિટીઝમાં સેટલમેન્ટ એટલે કે ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ શરૂ થઇ ગઈ  છે. જે મર્યાદિત બ્રોકરો અને ૨૫ સ્ક્રિપો માટે જ બીટા વર્ઝન સાથે શરૂ થઈ રહ્યું છે.જે માટે બીએસઈ અને એનએસઈએ ૨૫ માન્ય સ્ક્રિપોની યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે સેબીએ શેરબજારોમાં વૈકલ્પિક ધોરણે બીટા વર્ઝન સાથે ટી પ્લસ શૂન્ય એટલે કે સોદાના દિવસે જ શેરોમાં સેટલમેન્ટને ૨૮, માર્ચથી અમલી બનાવવાનું નક્કી કર્યું હતું. જયારે ઈક્વિટી કેશ માર્કેટમાં વર્તમાન ટી પ્લસ વન સેટલમેન્ટ ચાલુ જ રહેશે.

    ટી પ્લસ શૂન્ય સેગ્મેન્ટમાં ભાવ રેગ્યુલર ટી પ્લસ માર્કેટમાં ભાવથી ૧૦૦ બેઝિઝ પોઈન્ટ વધુના પ્રાઈસ બેન્ડ સાથે ઓપરેટ થશે. આ બેન્ડમાં ટી પ્લસ વન બજારમાં દરેક ૫૦ બેઝિઝ પોઈન્ટની મુવમેન્ટ બાદ એમાં ફરી કેલિબરેશન થશે. ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ હેઠળ શેરોના ટ્રેડીંગ ભાવોને ઈન્ડેક્સની ગણતરીમાં અને સેટલમેન્ટ ભાવ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે નહીં. આ સાથે ટી પ્લસ શૂન્ય સેગ્મેન્ટમાં ટ્રેડીંગના ધોરણે સિક્યુરિટીઝના અલગથી બંધ ભાવ જાહેર થશે નહીં.

    એનએસઈ અને બીએસઈ દ્વારા જાહેર થયેલી ૨૫ સ્ક્રિપોની યાદીમાં અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન-બીપીસીએલ, સિપ્લા, બિરલાસોફ્ટ લિ., કોફોર્જ લિ., દિવીઝ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટલ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ લિ., એલટીઆઈમાઈન્ડટ્રી, એમઆરએફ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી લિ., ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન-ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સમવર્ધના મધરસન ઈન્ટરનેશનલ લિ., સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ લિ., યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાન્તા લિમિટેડનો સમાવેશ છે.

    સમયાવધિ, પ્રક્રિયા અને રિસ્ક જરૂરીયાતો જે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્સ્ટીટયુશન્સ દ્વારા નિર્ધારિત કરાયેલી છે, એને અનુસરનારા તમામ રોકાણકારો ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલમાં ટ્રેડ કરવા માન્ય રહેશે. ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલમાં અત્યારે લાગુ સર્વેલન્સ પગલાં ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલમાં સ્ક્રિપોને પણ લાગુ થશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!