• મનરેગાના નવા દર કેન્દ્ર સરકારે કર્યા જાહેર, કયા રાજ્યમાં કોને કેટલું મળશે દૈનિક વેતન 
    રાષ્ટ્રીય 28-3-2024 12:24 PM
    નવી દિલ્હી

    મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ સમાવિષ્ટ કામદારો માટે નવા વેતન દરો જાહેરકેન્દ્ર સરકારે  નરેગામાં સામેલ કામદારો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ સમાવિષ્ટ કામદારો માટે નવા વેતન દરો જાહેર કર્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અનુસાર જાન્યુઆરી 2024 સુધીમાં મનરેગામાં 14.28 કરોડ સક્રિય કામદારો છે.

    નવા દરો અનુસાર હવે દરેક રાજ્યમાં કામદારોને વધુ વેતન મળશે. નોંધનીય છે કે, ગોવામાં સૌથી વધુ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં સૌથી વધુ 10.56 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર 3.04 ટકાનો વધારો થયો છે. આ સાથે ગુજરાતમાં દૈનિક વેતન 280 રૂપિયા જાહેર કરાયું છે.

    મનરેગાનું બજેટ પણ વધ્યું
    1 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં તેમણે મનરેગાના બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં મનરેગાનું બજેટ અંદાજે રૂ. 60,000 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2024-25 માટે વધારીને રૂ. 86,000 કરોડ કરવામાં 
    આવ્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!