• મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરતા રોકાણકારોનો ક્રેઝ અકબંધ.
    વ્યાપાર 28-3-2024 09:00 AM
    ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ છેલ્લા છ મહિનામાં એટલેકે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી રૂ.૪૬,૨૦૦ કરોડનું લમસમ રોકાણ મેળવ્યું છે, જે અગાઉના છ મહિનામાં પ્રાપ્ત થયેલા રોકાણ કરતાં લગભગ ત્રણ ગણું છે. ફેબ્રુઆરીના જ એક મહિનામાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રોકાણ દ્વારા રૂ.૧૧,૫૦૦ કરોડનું બમ્પર ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. રોકાણનો આ આંકડો માર્ચ ૨૦૨૨ પછીનો સૌથી મોટો આંકડો છે તેમ એમ્ફીના ડેટામાંથી જાણવા મળ્યું છે. ભારતીય શેરબજારમાં તાજેતરમાં આવેલ ખાનાખરાબીમાં પ્રત્યક્ષ રીતે રોકાણ કરતા નાના રોકાણકારો દૂર થયા છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરતા રોકાણકારોનો ક્રેઝ અકબંધ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે એસઆઈપી તો રેકોર્ડ સ્તરે પહોંચી જ રહી છે પરંતુ હવે લમસમ એટલેકે એકસાથે કરવામાં આવતું રોકાણ પણ નવા શિખરસર કરી રહ્યું છે.

    જોકે લમસમની સાથે-સાથે એસઆઈપી દ્વારા નેટ રોકાણ પ્રમાણમાં સુસ્ત રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૩થી ફેબુ્રઆરી ૨૦૨૪ વચ્ચે એસઆઈપી રોકાણ રૂ.૩૮,૨૧૦ કરોડ હતું, જે માર્ચ ૨૦૨૩થી ઓગસ્ટ ૨૦૨૩ના સમયગાળા કરતાં ૨૨% વધુ છે. એકસાથે થતા રોકાણ એટલેકે લમસમ રોકાણમાં વધારો થવાથી ફેબ્રુઆરી દરમિયાન ઇક્વિટી સ્કીમોમાં ચોખ્ખો નાણાપ્રવાહ રૂ.૨૬,૮૬૦ કરોડ થયો, જે માર્ચ, ૨૦૨૨ પછીનો સૌથી મોટો આંકડો છે. ૧૧,૫૦૦ કરોડ લમસમ રોકાણ તરીકે પ્રાપ્ત થયા અને બાકીની રકમમાં એસઆઈપીનો રૂ.૬૪૭૦ કરોડ અને એનએફઓનો રૂ.૧૧,૪૭૦ કરોડનો ફાળો હતો.

    આજકાલના રોકાણકારો હવે ઈક્વિટી માર્કેટની સાથે-સાથે વ્યવસ્થિતિ મેનેજ્ડ ઈન્વેસ્ટમેન્ટ માટે અને ઓછા રિસ્ક સાથે રોકાણ કરવા ઈચ્છુક ઈન્વેસ્ટર્સ બજારની વધઘટનો ખાસ કરીને ઉપયોગ કરતા થયા છે અને બજારમાં દરેક મોટા ઘટાડે પૈસા ઠાલવી રહ્યાં છે. તાજેતરના મહિનાઓમાં ઈક્વિટી બજાર અસ્થિર બન્યું છે અને લાર્જકેપ ઇન્ડેક્સો કોન્સોલિડેશન મોડમાં છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાના શેરોમાં આવેલ તેજી અંગે ચેતવણી આપીને વેલ્યુએશન પર સવાલ કરતા મિડકેપ-સ્મોલકેપમાં ભારે ખાનાખરાબી જોવા મળી હતી. ૧૨ ફેબુ્રઆરીના એક જ સત્રમાં ઇન્ડેક્સ ૪%થી વધુ ઘટયો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!