• દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો, ITની કાર્યવાહી સામે કરેલી અરજી ફગાવી દીધી
    રાષ્ટ્રીય 28-3-2024 12:34 PM
    નવી દિલ્હી

    કોંગ્રેસને દિલ્હી હાઇકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, આવકવેરા વિભાગની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા વસૂલાતની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ હાઈકોર્ટે કોંગ્રેસની એક અરજી ફગાવી દીધી હતી જેમાં પાર્ટીએ સતત ત્રણ વર્ષથી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ પહેલા હાઈકોર્ટે 20 માર્ચે સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસે 2014-15, 2015-16 અને 2016-17 માટે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિ-એસેસમેન્ટ કાર્યવાહી સામે અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગયા મહિને કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે, આવકવેરા વિભાગે તેમની પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે, હાલમાં અમારી પાસે ખર્ચ કરવા, વીજળી બિલ ભરવા, કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા નથી. દરેક વસ્તુને અસર થઈ રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!