• યુએસમાં ફુગાવામાં વધારાને કારણે ફેડ રેપો રેટમાં ઘટાડાની શક્યતા નહિવત.
    વ્યાપાર 26-4-2024 09:36 AM
    પશ્ચિમ એશિયામાં તણાવમાં વધારાને કારણે CPI ફુગાવા પર અસર જોવા મળી શકે છે. WPI ફુગાવો પણ ઉપરની તરફ જઇ શકે છે. ડન અને બ્રેડસ્ટ્રીટ અનુસાર CPI ફુગાવો અંદાજે ૪.૩% અને WPI ફુગાવો ૦.૫%ની આસપાસ રહી શકે છે. રિટેલ ફુગાવામાં ઘટાડો થયો હોવા છતાં યુએસ ફેડ દ્વારા રેટમાં ઘટાડાને લઇને વિલંબને કારણે ભારતમાં પણ વ્યાજદરોમાં કાપને મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે. ઇકોનોમી ઓબ્ઝર્વર રિપોર્ટ ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના મુખ્ય આર્થિક સૂચકાંકો પરનો ચિતાર તેમજ તાજેતરના આર્થિક ટ્રેન્ડ અંગેની સમજ પૂરી પાડે છે.

    ડન અને બ્રેડ સ્ટ્રીટના રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૪ દરમિયાન બાંધકામને લગતી પ્રવૃત્તિમાં રિકવરી, સ્થાનિક માંગમાં સ્થિતિ સ્થાપકતા, ચૂંટણીને લગતા ખર્ચને કારણે IIP ગ્રોથ મજબૂત રહેશે. માર્ચ ૨૦૨૪ દરમિયાન IIP ગ્રોથ ૫% રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષે એપ્રિલ અને મે ૨૦૨૪ દરમિયાન મિડલ ઇસ્ટમાં વધુ અસ્થિરતાને કારણે ઓઇલની કિંમતમાં વધારાની ચિંતાને કારણે ડોલર સામે રૂપિયામાં વધુ વોલેટિલિટી જોવા મળી શકે છે અને તેમાં વધુ ઘટાડો થવાની પણ શક્યતા છે. તે ઉપરાંત ફેડ દ્વારા રેપોરેટમાં કાપમાં વિલંબને કારણે પણ રૂપિયા પર જોખમ રહેલું છે.

    યુએસમાં ફુગાવામાં વધારાને કારણે ફેડ રેપોરેટમાં કાપના નિર્ણયને મુલતવી રાખી શકે છે. ડોલર સામે રૂપિયો એપ્રિલ ૨૦૨૪માં ઘટીને ૮૩.૪ થઇ શકે છે અને મે ૨૦૨૪માં વધુ ઘટીને ૮૩.૬ના સ્તરે જોવા મળી શકે છે. એપ્રિલ ૨૦૨૪માં ભૌગોલિક રાજકીય તણાવમાં વધારાને કારણે યિલ્ડ વધુ રહી શકે છે. બેન્કિંગ સિસ્ટમાં વધુ લિક્વિડિટીને કારણે ટૂંકા ગાળાની યિલ્ડમાં ઘટાડો થઇ શકે છે. ડન અને બ્રેડસ્ટ્રીટ અનુસાર એપ્રિલ ૨૦૨૪ દરમિયાન ૧૦ વર્ષની જી-સેક યિલ્ડ ૭.૧%ની આસપાસ રહી શકે છે જ્યારે ૧૫-૯૧ દિવસના ટ્રેઝરી બિલ્સની યિલ્ડ ૬.૮૫%ની આસપાસ રહી શકે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!