• આમિરની ફિલ્મ સિતારે ઝમીન પરનું શૂટિંગ ટૂંક સમયમાં દિલ્હીથી શરૂ કરવામાં આવશે.
    મુખવાસ 26-4-2024 09:57 AM
    મુંબઇ

    આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા ૨૦૨૨માં રિલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ હતી. ત્યાર પછી અભિનેતાએ ફિલ્મોથી અંતર કરી નાખ્યુ ંહતું. પરંતુ તે હવે જલદી જ રૂપેરીપડદે છવાઇ જવાની તૈયારી કરી રહ્યો છે.

    આમિર ખાન જલદી જ સિતારે જમીન પર ફિલ્મથી ફરી બોલીવૂડમાં સક્રિય થવાની તૈયારીમાં છે. તે આવતા મહિનાથી દિલ્હીમાં ફિલ્મનું સૂટિંગ શરૂ કરવા તૈયાર છે. કહેવાય છે કે આ ફિલ્મ પૈરાલંપિક ગેમ્સ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે આમિરની ૨૦૦૭માં રિલીઝ થયેલી તારે જમીન પરની આ ફિલ્મની સીકવલ બનવાની તૈયારી થઇ રહી છે. રિપોર્ટસના અનુસાર, મે અને જુન દરમિયાનનીં એક મહિનાનું શેડયુલ હશે અને બાળકો શૂટિંગ માટે અલગ-અલગ પૈરાલંપિ રમતોમાં સામેલ થશે.  આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીના લાલ કિલ્લા, પુરાની દિલ્હી, લોધી ગાર્ડન અને ત્યાગરાજ સ્ટેડિયમ સમેત અલગ-અલગ સ્થાનો પર કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!