• સેવાયજ્ઞા : ત્રંબક ગામે છેલ્લા 15 દિવસમાં 310 મણ કીડીયારું તૈયાર કરાયું
    ગુજરાત 20-3-2024 11:30 AM
    ભાવનગર

    આપણાં શાસ્ત્રોમાં કીડીયારું પુરવાનો અનેરો મહિમા રહેલો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ૧૫ વર્ષથી કોઈ પણ સ્વાર્થ વગર નાના જીવ માટે અનોખો સેવાયજ્ઞા ચાલી રહ્યો છે. કીડીઓ ખાઈ શકે તે માટે માળનાથ નજીક આવેલા ત્રંબક ગામ ખાતે ગામની બહેનો દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં ૩૧૦ મણ કીડીયારું તૈયાર કરાયું છે. આ ૩૧૦ મણ કીડીયારું આગામી દિવસોમાં માળનાથના ડુંગરો પર પુરવામાં આવશે. કીડીને કણ અને હાથીને મણ કહેવતથી વિપરિત કીડીને મણ અને હાથીને પણ મણ તેવો સેવાયજ્ઞા ભાવનગર જિલ્લામાં છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહ્યો છે. મુળ તરપાળાના અને હાલ ભાવનગરમાં સ્થાયી થયેલા વિનુભાઈ ભીમાણી તેમના માતાની કીડીયારું પુરવાની નિયમિતતાથી પ્રેરાઈને છેલ્લા ૧૫ વર્ષથી કીડીઓ ખાઈ શકે તે માટે કીડીયારું બનાવી અને કીડીયારું પુરવાનો સેવાયજ્ઞા ચલાવી રહ્યાં છે. શરુઆત ૧૦ મણ કીડીયારુંથી કરી હતી પરંતુ આજે ભાવનગર ડાયમંડ માર્કેટના સહયોગથી ૩૧૦ મણ કીડીયારું તૈયાર કરાયું છે. પરંતુ છેલ્લા ૭ વર્ષથી ઘોઘા તાલુકાના માળનાથના ડુંગર નજીક આવેલા ત્રંબક ગામમાં આવેલી બાપા સીતારામની મઢુલી ખાતે ગામમાં સારી ગુણવત્તાના ઘઉં, ગોળ અને દેશી ઘી જેવી સામગ્રી એકઠી કરી કીડીયારું બનાવવામાં આવે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!