• ટ્રમ્પે ઇઝરાયેલ કહ્યુંઃ હમાસ ઇઝરાયેલ યુદ્ધ જલ્દીથી જલ્દી સમેટી લો, વિશ્વમત તમારી વિરૂદ્ધ જઈ રહ્યું છે
    આંતરરાષ્ટ્રીય 27-3-2024 09:36 AM
    વૉશિંગ્ટન

    ઓક્ટો-૭ હુમલા પછી હમાસ સામે ઇઝરાયેલ જે પગલાં લીધાં છે તેવાં જ પગલાં મેં પણ લીધાં હોત ઃ યુએસ પૂર્વ પ્રમુખ.  અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાયડેને કહ્યું કે ઓક્. ૭ હુમલા પછી ઇઝરાયેલ જેવાં પગલાં લીધાં છે તેવાં જ પગલાં હું તેમને સ્થાને હોત તો મેં પણ લીધાં જ હોત. આ સાથે તેઓએ ઇઝરાયલ ને હમાસ યુદ્ધ વહેલામાં વહેલી તકે પૂરૂં કરવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ યુદ્ધ જલ્દી પૂરૂં કરી લો, કારણ કે વૈશ્વિક સમર્થન તમને મળતું હતું તે ઘટતું જાય છે. તમારે તેમ કરવું જ પડશે. સાથે ખૂબ જ સાવચેત પણ રહેવું પડશે. કારણ કે તમો દુનિયાભરમાંથી સમર્થન ગુમાવી રહ્યા છો. આ સાથે તેઓએ વર્તમાન પ્રમુખ જો બાયડેનની ઉગ્ર ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ તો શત્રુઓને જ સમર્થન આપતા રહે છે. તેઓ આ યુદ્ધ અંગે યોગ્ય પગલાં લઇ રહ્યા જ નથી.

    ઇઝરાયલી વર્તમાન પત્ર ઇઝરાયેલ હેયોમને આપેલી મુલાકાતમાં અમેરિકાના આ પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે આપણે શાંતિ મેળવવી જ રહી. આ (યુદ્ધ) કૈં ચાલ્યા કરે જ નહીં. તેથી હું કહું છું કે ઇઝરાયેલે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તમો દુનિયાભરમાંથી ઝડપબંધ ટેકો ગુમાવી રહ્યા છે.  રીપબ્લિકન પાર્ટીના પ્રમખ પદ માટેના ઉમેદવારની સ્પર્ધા જીત્યા પછી આપેલી આ પહેલી જ મુલાકાતની ટ્રાન્સક્રીપ્ટ પ્રસિધ્ધ થઇ છે, જેમાં તેઓ તેમ કહેતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!