• પત્રકારો, કંપનીઓને ટાર્ગેટ કરનારા ચાઇનીઝ હેકરો સામે અમેરિકા અને બ્રિટનની સરકારે પ્રતિબંધ મુક્યો
    આંતરરાષ્ટ્રીય 27-3-2024 09:51 AM
    વોશિંગ્ટન

    ટેક્નોલોજીના આધુનિક યુગમાં યુદ્ધના ક્ષેત્રો સરહદોથી બદલાઈને આર્થિક અને સાયબર યુગમાં પ્રવેશ્યા છે ત્યારે ચીન સરકાર સમર્થીત હેકર્સે અમેરિકન પત્રકારો, કંપનીઓ, અધિકારીઓ અને લોકતંત્રની તરફેણ કરનારા એક્ટિવિસ્ટ તેમજ યુકેના ઈલેક્શન વોચડોગ પર સાયબર હુમલા કર્યા હોવાનો અમેરિકા અને બ્રિટિશ ઓથોરિટીએ દાવો કર્યો છે.

    આ અધિકારીઓનું કહેવું છે કે જિનપિંગ સરકાર સમર્થિત આ હેકર્સનો ઉદ્દેશ્ય ચીની સરકારના ટીકાકારોને પરેશાન કરવા, અમેરિકન કંપનીઓના વેપારની ગુપ્ત માહિતી ચોરવી અને ટોચના નેતાઓની જાસૂસી કરાવવાનો છે. અમેરિકા અને બ્રિટનના આ આરોપોમાં ન્યૂઝીલેન્ડ પણ જોડાયું છે.

    ચીન દ્વારા તેની એપ્સ મારફત જાસૂસી કરાવવાની આશંકા હેઠળ ભારતે ચીનની અનેક એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધા છે. હવે અમેરિકા અને બ્રિટિશ અધિકારીઓએ ચીન સરકાર સાથે સંકળાયેલા હેકરો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ હેકરો પર અનેક ગુનાઈત આરોપો મૂકતા અમેરિકા અને બ્રિટનના અધિકારીઓએ કહ્યું છે કે સાતથી વધુ હેકરોએ જિનપિંગ સરકારના સમર્થનથી અમેરિકા અને બ્રિટનના પત્રકારો, અધિકારીઓ, એક્ટિવિસ્ટ્સ અને બ્રિટનની ચૂંટણી નીરિક્ષણ સંસ્થાને નિશાન બનાવી છે. આ હેકરોની માહિતી આપનારને એક કરોડ ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે. ન્યૂયોર્કમાં અમેરિકન ફેડરલ કોર્ટે સાત ચીની નાગરિકોને દોષિત ઠેરવ્યા છે.તેમણે ઉમેર્યું કે, આ અભિયાન વર્ષ ૨૦૧૦માં શરૂ થયું હતું, જેનો આશય ચીની સરકારના ટીકાકારોને પરેશાન કરવા, અમેરિકન કંપનીઓની ગુપ્ત માહિતી ચોરી લેવી અને ટોચના નેતાઓની જાસૂસી હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!