• ફ્રાન્સમાં પેન્શન બિલના વિરોધમાં હિંસા અને તોડફોડ, 35 લાખ લોકો રસ્તા પર ઊતર્યા 

    આંતરરાષ્ટ્રીય 24-3-2023 12:08 PM
    • ફ્રાન્સમાં નિવૃત્તિ વય 64થી વધારીને 66 વર્ષ કરવામાં આવી તેનો વિરોધ

    ફ્રાન્સમાં પેન્શન રિફોર્મ બિલના વિરોધમાં ગુરુવારે અલગ-અલગ શહેરોમાં 200થી વધુ પ્રદર્શનો થયાં હતાં. લગભગ 35 લાખ લોકો મેક્રોન સરકારના નિર્ણય સામે રસ્તા પર ઊતરી આવ્યા હતા. રાજધાની પેરિસમાં લગભગ 8 લાખ લોકોએ રેલી કાઢી હતી. મોડી રાત્રે અનેક દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. બોર્ડો શહેરમાં રોષે ભરાયેલા લોકોએ સિટી હોલના મુખ્ય દરવાજાને આગ ચાંપી દીધી હતી. યુનિયન તરફથી દેખાવ કરી રહેલા લોકોના હાથમાં ધ્વજ, પોસ્ટરો અને બેનરો હતાં. એના પર પેન્શન બિલ અને મેક્રોનવિરોધી સૂત્રો લખવામાં આવ્યાં હતાં.

    નિવૃત્તિ વય 62થી 64 સુધી વધારવાના વિરોધમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી. કેટલાંક શહેરોમાં પ્રદર્શન રહેવાસીઓએ બસ સ્ટોપ, હોર્ડિંગ્સ, દુકાનની બારીઓ અને અખબારના સ્ટોલની પણ તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસે તેમને રોકવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમાનિને જણાવ્યું હતું કે આ અથડામણમાં લગભગ 120 પોલીસકર્મી ઘાયલ થયા છે. એ જ સમયે દેખાવકારોમાંથી લગભગ 100 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

    આ પહેલાં 20 માર્ચે સરકાર સામે સંસદમાં 2 અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ બંને પ્રસ્તાવમાં મેક્રોન સરકારે જીતી લીધા હતા. જોકે એમાંથી એકમાં સરકારે માત્ર 9 મતના અંતરથી જીત મેળવી હતી. બીજી તરફ સંસદમાં બિલ પાસ થયા બાદ કાયદો ઘડવામાં આવ્યો હતો. બિલ હેઠળ ફ્રાન્સમાં નિવૃત્તિ વય 64થી વધારીને 66 વર્ષ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!