• દિલ્હી હાઈકોર્ટને વ્હોટ્સએપે કહ્યું ..તો અમે છોડી દઇશું ભારત’, મામલો બીચક્યો, દેશમાં 40 કરોડથી પણ વધુ યુઝર્સ
    રાષ્ટ્રીય 26-4-2024 08:53 AM
     નવી દિલ્હી

    દિલ્હી હાઈકોર્ટમાં WhatsApp એ એન્ક્રિપ્શન હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવું કરવા પર મજબૂર કરવામાં આવશે, તો કંપની ભારતમાં તેની કામગીરી બંધ કરી દેશે. વાસ્તવમાં, મેટાની કંપનીએ IT નિયમ, 2021ને પડકાર્યો છે. ખાસ વાત એ છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના ભારતમાં 40 કરોડથી પણ વધુ યુઝર્સ છે.

    કંપનીનું કહેવું છે કે યુઝરની પ્રાઈવસીની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષા કરવામાં આવે છે. આના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ મોકલનાર અને તેને મેળવનાર જ અંદરનો કન્ટેન્ટ જાણી શકે. કંપની તરફથી કોર્ટમાં હાજર રહેલા તેજસ કારિયાએ ડિવિઝન બેંચબે કહ્યું, ‘એક પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યા છીએ કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ જતું રહેશે.

    અહેવાલ મુજબ, કારિયાનું કહેવું છે કે લોકો પ્રાઈવસી ફીચર્સને કારણે જ વોટ્સએપનો ઉપયોગ કરે છે. કંપની IT રૂલ્સ 2021 ને પડકારી રહી છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!