• ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે ઘઉંનો સ્ટોક ઘટીને ૧૬ વર્ષની નીચી સપાટીએ.
    વ્યાપાર 28-3-2024 08:54 AM
    સરકારી એજન્સીઓ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ કામગીરી હેઠળની ખરીદી ૨૦૨૨-૨૩ની સીઝનમા ઘટીને ૧૮.૮ મિલિયન ટનની રેકોર્ડ નીચી સપાટીએ આવી ગઈ હતી. જો કે, રવી પાક સિઝનમાં ૨૦૨૩-૨૪માં તે લગભગ ૪૦% વધીને ૨૬.૨ મિલિયન ટન થયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ૧ એપ્રિલના ૭.૪૬ મિલિયન ટનના બફર સ્ટોકની નજીક હોઈ શકે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લા બે વર્ષથી ઓછી ખરીદી અને ઓપન માર્કેટમાં અનાજના આક્રમક વેચાણને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રીય પૂલમાં ઘઉંનો સ્ટોક ઘટીને ૭.૭૩ મિલિયન ટનના ૧૬ વર્ષની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. છેલ્લી વખત ઘઉંનો સ્ટોક ૨૦૦૮માં વર્તમાન સ્તરથી નીચે હતો તે વખતે ઘટીને ૫.૮ મિલિયન ટન થઈ ગયો હતો. ૨૦૨૧-૨૨ એપ્રિલ-જૂન માં ૪૩.૩ મિલિયન ટનની વિક્રમી પ્રાપ્તિ હાંસલ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં સરકારે છૂટક કિંમતો ઘટાડવાના હેતુથી જથ્થાબંધ ખરીદદારોને ૯.૪ મિલિયન ટનનું રેકોર્ડ વેચાણ કર્યું હતું. ગયા વર્ષે જૂનથી સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા ઘઉંના ખુલ્લા બજારમાં વેચાણ બંધ કરી દીધું હતું. ઓછું ઉત્પાદન અને મજબૂત સ્થાનિક માંગના કારણે છેલ્લી બે સિઝનમાં સરકારી એજન્સીઓ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવની કામગીરી હેઠળ ખરીદીમાં ઘટાડો થયો છે. વધુમાં ૨૦૨૪-૨૫ રવિ પાક સિઝન માટે એજન્સીઓ દ્વારા સરકારની ઘઉંની ખરીદીની ઝુંબેશ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વહેલી શરૂ થઈ ગઈ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!