• વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યુલ જાહેર, ફરી જોવા મળશે મેદાન પર ભારત-પાકિસ્તાનની ટક્કર
    સ્પોર્ટ્સ 27-3-2024 10:40 AM
    મુંબઈ

    ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર આમને-સામને થવા જઈ રહી છે. વિમેન્સ એશિયા કપ 2024 દરમિયાન બંને દેશો વચ્ચે મહામુકાબલો જોવા મળશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગઈકાલે વિમેન્સ એશિયા કપ 2024નું શેડ્યુલ જાહેર કર્યું હતું. વિમેન્સ એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 જુલાઈના રોજ મેચ રમાશે. જણાવી દઈએ કે વિમેન્સ એશિયા કપ 2024નું આયોજન 19થી 28 જુલાઈ સુધી શ્રીલંકાના દાંબુલામાં થવાનું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. વર્તમાન ચેમ્પિયન ભારતને પાકિસ્તાન, નેપાળ અને યુએઈની સાથે ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિમેન્સ એશિયા કપની ગત સિઝનમાં માત્ર 7 ટીમોએ ભાગ લીધો હતો. વિમેન્સ એશિયા કપ 2024માં ભારતીય ટીમ 19મી જુલાઈના રોજ યુએઈ સામે તેની પ્રથમ મેચ રમશે. ત્યાર બાદ પાકિસ્તાન સાથેની મેચ બાદ તેનો મુકાબલો 23મી જુલાઈએ નેપાળ સાથે થશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઈનલ મેચ 26 જુલાઈએ રમાશે જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 28મી જુલાઈએ રમાશે. વિમેન્સ એશિયા કપ આ વખતે પણ T20 ફોર્મેટમાં રમાશે. વિમેન્સ એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 7 વખત ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. છેલ્લી વખત વિમેન્સ એશિયા કપ 2022માં રમાયો હતો. તે સમયે ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!