• X યુઝર્સ ફ્રીમાં મેળવી શકશે Blue Tick. અમુક શરતો પુરી કરવી પડશે, એલન મસ્કનું મોટું એલાન
    આંતરરાષ્ટ્રીય 28-3-2024 09:33 AM
    નવી દિલ્હી

    એલન મસ્કે X ખાતાધારકોને લઈને મોટી જાહેરાત કરી, X એકાઉન્ટ ધારકો કે જેમની પાસે 2,500 વેરીફાઇડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ છે તેઓને..... Elon Musk : એલન મસ્કે X પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ઘણા X વપરાશકર્તાઓને મફતમાં બ્લુ ટિક મેળવવાની તક મળશે. જોકે આ એક પેઇડ સર્વિસ છે અને તેના માટે યુઝર્સને માસિક સેંકડો રૂપિયા ખર્ચવા પડે છે. ખરેખર X પ્રીમિયમ પ્લાનની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાનની કિંમત રૂ. 6800 છે.  એલન મસ્કે X પર પોસ્ટ કરી કહ્યું હે કે, એવા X એકાઉન્ટ ધારકો કે જેમની પાસે 2,500 વેરીફાઇડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ છે તેઓને પ્રીમિયમ સુવિધાઓ મફતમાં મળશે.આ સાથે 5,000 ફોલોવર્સ ધરાવતા ખાતાધારકોને પ્રીમિયમ+ ફ્રી મળશે.   X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ બે પેઇડ પ્લાન છે. X પ્રીમિયમની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાન રૂ. 6800 છે. જ્યારે X પ્રીમિયમ પ્લસની કિંમત માસિક રૂ. 1300 અને એક વર્ષની યોજના માટે રૂ. 13,600 છે. જોકે તમે એલન મસ્કની ઉપર જણાવેલ શરતોને પૂર્ણ કરીને આ પ્લાનનો મફતમાં ઉપયોગ કરી શકો છો.  X પ્રીમિયમના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 50% ઓછી જાહેરાતો જોવા મળશે. પોસ્ટને એડિટ, લાંબી પોસ્ટ , પોસ્ટને પૂર્વવત્ અને વીડિયોની મોટી પોસ્ટ કરી શકાય છે. આમાં બ્લુ ટિક પણ મળશે.  આ સાથે તેમાં ઘણા કસ્ટમાઇઝેશન ફીચર્સ ઉપલબ્ધ છે.  એલન મસ્કે ગયા વર્ષે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું હતું. પરિવર્તનની વાર્તા અહીંથી શરૂ થતી નથી પરંતુ જ્યારથી એલન મસ્કે ટ્વિટર પ્લેટફોર્મ મેળવ્યું છે ત્યારથી તે તેમાં ફેરફાર કરી રહ્યા છે. અગાઉ બ્લુ ટિક મફતમાં ઉપલબ્ધ હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!