• વડોદરાના સાવલીમાંથી 1 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
    મુખ્ય શહેર 16-8-2022 11:22 AM
    • ગુજરાત એટીએસ, એસઓજીનું મેગા ઓપરેશન, ખાનગી કંપનીમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું
    વડોદરા

    એકવાર ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી લેબોરેટરીમાંથી મોટા પ્રમાણમાં કરોડોનું ડ્રગ્સ કબજે કર્યું છે. ATSએ ઘટનાસ્થળ પરથી અંદાજિત 1000 કરોડથી વધુ કિંમતનું 200 કિલોનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. હાલમાં ગુજરાત ATSએ કંપનીની આસપાસનો વિસ્તાર સીલ કરી તપાસ હાથ ધરી છે. સાવલીના મોક્ષી ગામે વડોદરા SOG અને ગુજરાત ATS એમ બંને દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે ATS અને SOGએ દરોડા પાડ્યા હતા. 

    નેક્ટર કેમ કેમિકલની ફેક્ટરીમાંથી ATSને અંદાજિત 1000 કરોડથી વધુ કિંમતનો 200 કિલો MD ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો. મહત્વનું છે કે, ડ્રગ્સના વજન માટે તોલમાપની એક ટીમ પણ બોલાવવામાં આવી હતી. આ મામલે FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કયા-કયા મોટા માથા સંડોવાયેલા છે અને ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો, તેને બનાવીને કઇ જગ્યાએ મોકલવામાં આવતો હતો. જેવી અનેક બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    મોક્ષી ગામમાં આવેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હોવાની માહિતી સામે આવી અને કંપનીની પાછળના ભાગે MD ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું. આ માહિતી મળતા જ ગુજરાત ATS અને વડોદરા SOGના 25થી વધુની ટીમે ઘટનાસ્થળે જઇને દરોડા પાડ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગુજરાત ATSના ડીઆઈજી દીપેન ભદ્રનના જણાવ્યા મુજબ, મળી આવેલા 200 કિલો ડ્રગ્સની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ 6 મહિના પહેલા બન્યું હોવાનું આ જાણવા મળી રહ્યું છે. અન્ય કઈ કઈ જગ્યાએ અને કેટલું ડ્રગ સપ્લાય થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!