• ભાવનગર મહાપાલિકાને 101.56 કરોડની વેરાની આવક
    ગુજરાત 5-6-2023 11:09 AM
    • 2 માસમાં 1,48,457 કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો 
    ભાવનગર

    ભાવનગર મહાપાલિકાને રીબેટ યોજના ફળી છે. બે માસમાં મહાપાલિકાને રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. ૧૦૧.પ૬ કરોડની આવક થઈ છે. બે માસમાં ૧,૪૮,૪પ૭ કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઓનલાઈન ર ટકા વધુ રીબેટ હોવાથી ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભર્યો હતો.

    દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મિલ્કત ધારકો માટે ભાવનગર મહાપાલિકાએ એપ્રિલ માસમાં ૧૦ ટકા રીબેટ યોજના જાહેર કરી હતી અને ઓનલાઈન વેરો ભરનારને ર ટકા વધુ એટલે કે ૧ર ટકા રીબેટ આપવામાં આવ્યુ હતુ, જયારે મે માસમાં પ ટકા રીબેટ યોજના હતી અને ઓનલાઈન વેરો ભરનારને ર ટકા વધુ એટલે કે ૭ ટકા રીબેટ આપવામાં આવતુ હતું. ભાવનગર મહાપાલિકાને રીબેટ યોજનાના પગલે બે માસમાં આશરે રૂ. ૧૦૧.પ૬ કરોડની આવક થઈ છે તેથી મહાપાલિકાને રીબેટ યોજના મળી છે તેમ કહી શકાય. બે માસમાં ૧,૪૮,૪પ૭ કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો. ગત એપ્રિલ માસમાં ૧૦ ટકા રીબેટ યોજનાના પગલે ૧,ર૩,૩૬ર કરદાતાએ રૂ. ૮૪.૪૮ કરોડનો વેરો ભર્યો હતો અને રૂ. પ.પ૮ કરોડનુ રીબેટ મેળવ્યુ હતું. મે માસમાં રીબેટ ઘટીને પ ટકા થઈ ગયુ હતુ તેમ છતા રપ,૦૯પ કરદાતાએ રૂ. ૧૭.૦૮ કરોડનો મિલ્કત વેરો ભર્યાે હતો અને રૂ. ૪પ લાખનુ રીબેટ મેળવ્યુ હતુ તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું. રીબેટ યોજનાના પગલે કરદાતા અને મહાપાલિકાને બંનેને ફાયદો થયો હતો. કરદાતાઓને રીબેટ મળ્યુ હતુ, જયારે મહાપાલિકાને વેરાની સારી આવક થઈ હતી. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મહાપાલિકાની વેરાની આવક પણ ઘણી વધી છે અને વેરો ભરનાર કરદાતાઓ પણ વધ્યા છેે. ગત તા. ૩૧ મેએ રીબેટ યોજના પૂર્ણ થઈ ગઈ છે તેથી હવે મહાપાલિકા દ્વારા વેરો વસુલવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

    ભાવનગર મહાપાલિકાએ ઓનલાઈન વેરો ભરનારને ર ટકા વધુ રીબેટ આપ્યુ હતુ તેથી વધુ રીબેટ મેળવવા માટે અને મહાપાલિકા સુધી ધક્કો ના થાય તે માટે ઘણા કરદાતાએ ઓનલાઈન વેરો ભર્યો હતો. બે માસમાં ૮૯,૪૮૯ કરદાતાએ રૂ. ૬૧.૯૬ કરોડનો ઓનલાઈન વેરો ભર્યો હતો અને રૂ. ૪.૦૩ કરોડ રીબેટ મેળવ્યુ હતું. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!