• દેશમાં કોરોનાનાં વધુ 1300 કેસ, ત્રણનાં મોત થયા 

    રાષ્ટ્રીય 23-3-2023 01:24 PM
    • ટેસ્ટ-ટ્રેક, ટ્રીટ પર ધ્યાન આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ 

    દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 7605 સુધી પહોંચી

    નવી દિલ્હી

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહારની ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી પર ફોકસ કરવાનું ચાલુ રાખવા સલાહ આપી છે.  મંત્રાલય તરફથી જારી કરાયેલી એક નોટિફિકેશનમાં જણાવાયું કે અમે કોવિડ-19ની તૈયારીઓને જોવા માટે વધુ એક મોક ડ્રિલ કરીશું. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ જલદી જ મોકલ ડ્રિલ કરાશે. બીજી બાજુ કોરોનાનાં કેસમાં વધારો જારી છે. છેલ્લા 24 કલાકમાં 1300 નવા કેસ નોંધાયા છે. જે 140 દિવસમાં સૌથી વધારે છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને 7605 સુધી પહોંચી ગઇ છે. કુલ કેસોની સંખ્યા 4.46 કરોડનાં આંકડાને પાર કરી ગઇ છે. મોતનો આંકડો વધુ ત્રણ મોત સાથે 5.30 લાખને પાર કરી ગયો છે. દેશમાં મૃત્ય દર 1.19 ટકા છે. પોઝિટિવીટી રેટ 1.46 ટકા છે. 

    નોટિફિકેશન અનુસાર દેશમાં કોરોના વેક્સિનના કુલ 220.65 કરોડથી વધુ ડૉઝ આપી દેવાયા છે. હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં વધારાનો કોઈ પુરાવો મળ્યો નથી. સાવચેતીરૂપે ડૉઝ વધારવામાં આવે. નિવેદનમાં જણાવાયું છે કે તમામ ગંભીર તીવ્ર શ્વસનની બીમારીઓ મામલે લેબોરેટરી ટેસ્ટ અને નિરીક્ષણ વધારવાની જરૂર છે. 

    મંત્રાલયે રાજ્યોને સ્વાસ્થ્ય સુવિધાઓમાં ઈન્ફ્લૂએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને રેશનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું છે. આ ઉપરાંત રાજ્યોને પર્યાપ્ત નિર્ધારિત બેડ અને સ્વાસ્થ્યકર્મીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવાયું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!