• ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડનું 13.08 કરોડ ભાડુ વસૂલવાનું બાકી 

    ગુજરાત 23-3-2023 01:06 PM
    • કોરોનાના સમયગાળામાં સરકાર પાસે ભાડામાં રાહતની માંગ કરાઇ હતી

    ગાંધીનગર

    ગુજરાત સરકારે વિધાનસભામાં કબુલાત કહી છે કે, ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડનું 13.08 કરોડનું ભાડુ વસુલવાનુ હજુ બાકી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નનાં જવાબમાં સરકારે આ મુજબની માહિતી આપી છે. 

    સરકારે કહ્યું હતું કે, કોરોનાના સમયગાળામાં આ એજન્સી પાસેથી એક વર્ષના કુલ 13.08 કરોડ રૂપિયા રોયલ્ટી પેટે વસૂલવાના બાકી છે.જ્યારે વર્ષ એપ્રિલ 2022થી ડિસેમ્બર 2022 સુધીમાં બાકીની રોયલ્ટીની રકમ 6.33 કરોડ ભરવા માટે એજન્સીને નોટીસ પાઠવવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડનું કરોડો રૂપિયાનું ભાડુ વસૂલવાનું બાકી છે. 17 માર્ચ 2020થી 30 નવેમ્બર 2021 સુધીના સમયગાળાનું ભાડુ બાકી છે. જેમાં 13 કરોડ 8 લાખ 16 હજાર 110 રૂપિયાની રકમ લેવાની બાકી છે. કોરોનાનો સમયગાળો હોવાથી એજન્સીએ સરકાર સામે રાહત આપવા માંગ કરી હતી. 

    જે અંતર્ગત 6 કરોડ 33 લાખ 45 હજાર વસૂલવાના બાકી છે. સરકારે કહ્યું હતું કે, કોરોનાના સમયગાળામાં આ એજન્સી પાસેથી એક વર્ષના કુલ 13.08 કરોડ રૂપિયા રોયલ્ટી પેટે વસૂલવાના બાકી છે.જ્યારે વર્ષ એપ્રિલ 2022થી ડિસેમ્બર 2022 સુધીમાં બાકીની રોયલ્ટીની રકમ 6.33 કરોડ ભરવા માટે એજન્સીને નોટીસ પાઠવવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડનું કરોડો રૂપિયાનું ભાડુ વસૂલવાનું બાકી છે.

     17 માર્ચ 2020થી 30 નવેમ્બર 2021 સુધીના સમયગાળાનું ભાડુ બાકી છે. જેમાં 13 કરોડ 8 લાખ 16 હજાર 110 રૂપિયાની રકમ લેવાની બાકી છે. કોરોનાનો સમયગાળો હોવાથી એજન્સીએ સરકાર સામે રાહત આપવા માંગ કરી હતી. જે અંતર્ગત 6 કરોડ 33 લાખ 45 હજાર વસૂલવાના બાકી છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!