• 18 દેશ ભારતીય ચલણમાં વેપાર કરવા સંમત
    આંતરરાષ્ટ્રીય 18-3-2023 12:53 PM
    • વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટી જશે
    નવી દિલ્હી

    ભારતીય ચલણ રૂપિયાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ મજબુત બને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ 18થી વધુ દેશો હવે ભારતીય ચલણમાં વેપાર કરવા માટે સહમત થયા છે. આ સ્થિતિ ઉભી થયા બાદ વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટી જશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પણ અન્ય દેશો સાથે રૂપિયામાં ભારતનો વેપાર સરળ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

    ભારતના નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે સંસદમાં માહિતી આપી હતી કે RBIએ સ્થાનિક અને વિદેશી બેંકોમાં રૂપિયાના વેપાર માટે 18 દેશોના 60 સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવાની મંજૂરી આપી છે. રશિયા, સિંગાપોર, શ્રીલંકા, બોત્સ્વાના, ફિજી, જર્મની, ગુયાના, ઇઝરાયેલ, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, ઓમાન, સેશેલ્સ, તાન્ઝાનિયા, યુગાન્ડા અને યુનાઇટેડ કિંગડમએ ભારતમાં SRVA ખોલવામાં આવ્યા છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.