• 181 અભયમ પોલીસ વાનના પ્રથમ મહિલા ડ્રાઈવર ભાનુબેન માઘવી રાજ્યની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ
    યુનિસેફ 23-9-2022 01:59 PM
    • મહિલા હોવા છતાં રાતની શિફ્ટમાં કામ કરે છે, એક મહિનામાં 50થી 60 કેસમાં પોતાની હાજરી આપે છે
    અમદાવાદ

    રાજકોટના ભાનુબેન માધવીને 181 અભયમ પોલીસ વાનના પ્રથમ મહિલા ડ્રાઈવર હોવાનો પોતાના પર ગર્વ છે. તેઓ સપ્ટેમ્બર-2019થી રાજકોટ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓ માત્ર દિવસે જ નહીં પરંતુ રાતની શિફ્ટમાં પણ કામ કરે છે. એક મહિનામાં તેઓ આશરે 50થી 60 કેસોમાં પોતાની હાજરી આપે છે.

    ભાનુબેન માધવીનો આ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાને અન્યથી અલગ હોવાનો અહેસાસ કરાવે છે. તેઓ માને છે કે મહિલા હોવાથી આ કામ મુશ્કેલ છે હું ના કરી શકું તેવી માનસિકતા કાયમ માટે દૂર કરવાનો પ્રયાસ છે. કોઈપણ કામ કરવા માટે તેઓ પુરુષ કર્મચારીઓ જેટલા જ સક્ષમ છે. મહિલાઓને માત્ર મહિલા હોવાના કારણે કેટલાક કામ માટે અયોગ્ય ગણવી જોઈએ નહીં તેવુ તેઓ દ્રઢ પણે માને છે. ભાનુબેન કહે છે કે જેવા કામ પુરુષ કરી શકે તેવા દરેક કામ તે મહિલા હોવા છતાં પણ કરી શકે છે. ભાનુબેન જ્યારથી અભયમમાં કામગીરી શરૂ કરી છે ત્યારથી અનેક કિસ્સામાં તેમને કેટલીક ધમકીઓ પણ મળી છે પરંતુ તેનાથી તેને મહિલાઓને મદદ કરવા માટે વધુ પ્રેરણા મળી છે.      
      
     જયારે એક મહિલા તકલીફમાં હોય અને તેવા મુશ્કેલ સમયમાં બીજી મહિલા પડખે આવીને ઉભી રહે તેની હૂંફ કેવી હોય છે તે વાત ભાનુબેન ખુબજ સારી રીતે જાણે છે. તેઓ વધુમાં જણાવે છે કે પીડિત મહિલાઓને મારી સાથે વાત કરવામાં સરળતા રહે છે અને જેથી જ તેઓ મહિલાઓ સાથે ચર્ચા કરીને કાઉન્સિલરની ભૂમિકા પણ ભજવે છે. આના કારણે તેમની પોતાની કામગીરી કરવા માટે પ્રોત્સાહન મળે છે. અભયમની અંદર વધુ મહિલાઓએ જોડાવવું જોઈએ તેવુ તેઓ નક્કરતાથી માને છે.

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કિશોરીઓ અને બાળકીઓને કારકિર્દી બનાવવા માટે તમે કેવી રીતે પ્રેરિત કરશો. ત્યારે આત્મવિશ્વાસ સાથે તેમણે જવાબ આપ્યો કે વ્યક્તિએ એવી કારકિર્દી બનાવવી જોઈએ જ્યાં તેઓને આ પોતાને અનુકૂળ છે તેવું લાગે. સામાજિક ધોરણો હવે ધીમે ધીમે બદલાઈ રહ્યાં છે. સમય જતા લોકો મહિલા ડ્રાઈવરને પણ સ્વીકારશે જે રીતે પહેલા મહિલા એન્જિનિયર્સ, પાયલોટ, શિક્ષકો, નેતાઓ વગેરેને સ્વીકાર્યા છે.

     181 અભયમ રેસ્ક્યુ વાન ચલાવનાર પ્રથમ મહિલા તરીકે હું મારી જાતને ખુબ જ સશક્ત સમજુ છું. શરૂઆતમાં મને સમાજ તરફથી સામનો કરવો પડ્યો હતો પરંતુ મને લાગે છે કે સમય જતા લોકો એ મને સ્વીકારી લીધી છે અથવા સ્વીકારી રહ્યાં છે. મોટા ભાગના સામાજિક પરિવર્તન આ રીતે જ થાય છે. મને આનંદ છે કે હું અન્ય મહિલાઓને તેમની કારકિર્દીમાં બિન-પરંપરાગત ભૂમિકા નિભાવવા પ્રેરણા આપી શકું છું. > ભાનુબેન માધવી

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!