• ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા વધુ 3 MoU કરાયા
    મુખ્ય શહેર 23-9-2022 11:25 AM
    • ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી, ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ્ એસોસિએશન અને ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ્ એસોસિએશન સાથે MoU
    ગાંધીનગર

    ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU કરવામાં આવી રહ્યા છે. મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા બાદ હવે મતદારોમાં નૈતિક અને અચૂકપણે મતદાન કરવા અંગે જાગૃતિ કેળવવા વધુ ૦૩ MoU કરવામાં આવ્યા છે.

    આ વર્ષે જ ભારતના ચૂંટણી પંચે મતદાતા તરીકે નોંધણી કરાવવાની લાયકાતમાં સુધારો કરી કુલ ચાર તારીખો જાહેર કરી હતી. જેના લીધે તા.૦૧લી ઓક્ટોબર સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો પણ મતદાન કરી શકશે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવાનો તેમના નામની મતદાર યાદીમાં ચકાસણી કરે, પોતે મતદાન કરે અને પોતાના વાલીને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે માટે જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી તથા કમિશનર, ઉચ્ચ શિક્ષણ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ સાથે જ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ, કેમ્પસ એમ્બેસેડર્સ અને બુથ લેવલ ઑફિસર્સના સંકલનમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા પ્રયાસ કરવામાં આવશે.

    મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ગુજરાત વડી અદાલતના તમામ વકીલો મતદાન કરે તે માટે ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ્ એસોસિએશન સાથે MoU કરવામાં આવ્યા છે.ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ્ એસોસિએશન સાથે સંકળાયેલા રાજ્યભરના કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ્  સુધી ચૂંટણીલક્ષી શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ ફેડરેશન દ્વારા તેમના સભ્યો અને તેમના પરિવારજનોના નામ મતદારયાદીમાં નોંધાય અને મતદાન કરે તે માટે મતદાર જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સાથે જ મતદાનના દિવસે અચૂક મતદાન કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!